અમદાવાદ: શહેરમાંથી ફરી એક વખત બનાવટી ચલણી નોટો પોલીસે જપ્ત કરી છે. શહેરના દાણીલીમડા વિસ્તારમાં નકલી નોટ વટાવવા નીકળેલા બે પુરુષ અને એક મહિલાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઝડપાયેલ આરોપી પાસે બનાવટી ચલણી નોટો તેમજ પ્રિન્ટર ઝડપી પાડ્યું છે. પોલીસે સલિમિયા શેખ, ઇમરાનખાન પઠાણ અને જોહરાબીબી પઠાણની ધરપકડ કરી છે. ત્રણેય લોકો મોહરમના પર્વ હોવાથી દાણીલીમડા વિસ્તારમાં નકલી ચલણી નોટો વટાવવા નીકળવા હતા.
પોલીસે તેમની પાસેથી 2400 રૂપિયાની નકલી નોટો પકડી પાડી છે. જેમાં 100 રૂપિયાની 7 તેમજ 50 રૂપિયાની 24 નોટ પકડાય છે. પોલીસે વધુ તપાસ કરતા વટવા ખાતેના રહેણાંક મકાનમાં નકલી નોટો છાપવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા પ્રિન્ટર દ્વારા આ નોટ બનાવી હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે પ્રિન્ટર મશીન પણ કબજે કર્યું છે.
તાત્કાલિક પૈસા કમાવવાની લાલચે તેઓએ આ પ્લાન બનાવ્યો હતો. થોડા દિવસ પહેલાં ત્રણેય લોકો ચંડોળા તળાવ વિસ્તારમાં એકઠા થયા હતા અને તેમણે નકલી નોટો છાપવાનો પ્લાન બનાવ્યો હતો. મોહરમના તહેવારોમાં આ નોટો બજારમાં ફરતી કરવાનો પણ પ્લાન હતો. આરોપી ઇમરાન ખાન કે જે વટવા વિસ્તારમાં રહે છે તેના ઘરે પ્રિન્ટર રાખી નકલી નોટો છાપી હતી પરંતુ યોગ્ય રીતે નોટો નહીં છપાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને વાત પોલીસ સુધી પહોંચી હતી.
માતાએ ધાવણ લજાવ્યું! જૂનાગઢમાં સગી જનેતાએ 6 મહિનાની દીકરીની કરી હત્યા
જૂનાગઢ: જિલ્લાના માળીયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામે ગઈ કાલે 6 માસની માસુમ બાળકી ગુમ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. બાદમાં આ મામલે ડોગ સ્કોડ અને એફ એસ એલ ની મદદ દ્વારા બાળકીની શોધ ખોળ હાથ ધરાઈ હતી. સાંજે બાળકીનો મૃત દેહ નદીમાંથી મળી આવ્યો હતો. જેમાં બાળકીના શરીર પર કોઈ ઇજાના નિશાન નહોતા. જેથી કોઈ હિંસક પશુ બાળકીને ખસેડી લઇ ગયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નહોતું.
ઉંડાણપૂર્વકની તપાસમાં બાળકીની માતા એ જ તેની હત્યા નીપજવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ઘરકંકાસના કારણે માતાએ તેની લાડલીને મોતને ઘાટ ઉતારી હતી. મહત્વનું છે કે બાળકી ત્રિશાના પિતા હિરેન પરમાર તેની પત્નિ અને તેમના માતા પિતા સાથે માતર વાણીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા હતા. બાળકીના પિતા રૂમ બહાર આંખના રોગના કારણે અલગ સુતા હતા, જ્યારે હિરેન પરમારના માતા પિતા અલગ રૂમમાં હતા. ત્રિશા અને તેની માતા એકલા રૂમમાં સુતા હતા અને તેણે જ મોત નીપજવી નદીમાં ફેંકી દીધી હતી.