Ahmedabad News: અમદાવાદ પાલડી વિસ્તારમાં એક્ટિવા પર જતી મહિલા ટ્રાફિકના નિયમનું ઉલ્લંધન કરતા તેને રોકતા આખો મામલો ગરમાયો હતો. મહિલાને રોકીને પોલીસકર્મીએ લાઈસન્સ માંગ્યું હતું. મહિલાને લાઈસન્સ બતાવવા જતા પોલીસ જવાનનું આઇ કાર્ડ નીચે પડી જતાં પોલીસ કર્મી  ઉશ્કેરાયા હતા બાદ મહિલાએ તેમનું આઇકાર્ડ નીચે ફેંકી દેતા મામલો બિચક્યો હતો અને પોલીસ કર્મીએ  મહિલાને લાફો માર્યો હતો. જો કે આ સમયે મહિલા પણ પોલીસ કર્મી સામે અપશબ્દો બોલે છે આ ઘટનાનો સમગ્ર વીડિયો સામે આવ્યો છે.  એક મહિલા  પર પોલીસ કર્મી હાથ ઉઠાવતાં કાયદાનું ઉલ્લંઘન કરતા તેમના સામે મહિલાએ ફરિયાદ કરી હતી.  જેના પગલે મહિલાને લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

Continues below advertisement

ઉલ્લેખનિય છે કે, શરૂઆતમાં પાલડી પોલીસે આ ફરિયાદ લેવાનો જ ઇન્કાર કર્યો હતો. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પીઆઇએ મહિલાની ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી છતાં મહિલા મોડીરાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી. આ સમગ્ર મામલે પોલીસ કોંસ્ટેબલની ભૂલ હોવાનો DCPએ  સ્વીકાર કર્યો છે અને પોલીસે પ્રજા સાથે પ્રેમથી વર્તન કરવા પણ અનુરોધ કર્યો છે.મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તે લાઈસન્સ બતાવવા જતા જ પોલીસકર્મી  જવાન ઉશ્કેરાયા હતા.પોલીસસ કર્મીનું આઈકાર્ડ નીચે પડી જતા મોપેડને લાતો મારી હતી. બાદ પોલીસ કર્મીએ હાથ ઉઠાવ્યો હતો અને  લાફો માર્યો હતો. 

Continues below advertisement

 

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ પોલીસકર્મીને નાયબ મુખ્યમંત્રીએ પ્રજા સાથે સારૂ વર્તન કરવાની  સલાહ આપી હતી કે, 18 ડિસેમ્બર, 2025એ અમદાવાદમાં ખાખી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસને સલાહ આપતાં જણાવ્યું હતું કે પોલિસિંગ એવી થવી જોઈએ કે ગુનેગારોના પગ ધ્રૂજવા જોઈએ. અમદાવાદ ગ્રામ્ય પોલીસને સલાહ છે કે, ગુનેગારોની ચાલ બદલાઈ જવી જોઈએ એે કોઈ નવાઈ નથી. ગુનેગારોને પોલીસના ડર રહે એવો વ્યવહાર પોલીસનો રહેવો જોઈએ એવો મને વિશ્વાસ છે. કિલોમીટર દૂરથી કોઈ દાદા દાદી આવે અને પીઆઈ ખુરસી પરથી ઊભો થઈ પાણી આપશે તો ફરિયાદીને જીવન જીવવાની તાકત વધશે. ફરિયાદી જોડે પીઆઇ ગુનેગારોની રીતે વાત કરશે તો વડીલો તેમની આશા ગુમાવી દેશે". 

અમદાવાદમાં પોલીસ કર્મી દ્વારા મહિલાને ફડાકો માર્યો હોવાની ઘટનામાં રાજકારણની પણ એન્ટ્રી થઇ છે.  કોંગ્રેસ નેતા નયનાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે., તેમણે આ ઘટનાને શરમજનક અને નંદનિય ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાત મહિલાઓ માટે આટલું અસુરક્ષિત બની ગયું છે?અહીંયા લુખ્ખા કે અસામાજિક તત્વોથી નહિ પરંતુ પ્રજાના રક્ષક કહેવાતા પોલીસથી જ મહિલાઓએ રક્ષણ મેળવવું પડે તેવી સ્થિતિ થઈ સર્જાઇ છે "