Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા દેશ અને વિદેશના હરિભક્તો આવી  રહ્યા છે ત્યારે સેમસી અમાની નામનો યુવક દારેસલામ તાન્ઝાનિયાથી એક મહિના માટે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોસત્વમાં પોતાનું કરતબ રજૂ કરવા માટે આવ્યો છે. યુવકની સાથે નવ લોકોની ટીમ નગરમાં રોજે રોજ અવનવા કરતબ રજૂ કરવાના છે.


એકરોબેટ્સના અલગ અલગ પરફોર્મ્સ દ્વારા લોકોને પોતાની કળા નગરમાં આવનારા તમામ લોકો સામે રજૂ કરવાનો છે. સેમસીઓમાંની તાન્ઝાનિયા દેશ ઈસ્ટ આફ્રિકામાં આવેલો છે. યુવક અને તેની ટીમ યોગા અને જીમનાસ્ટીક અને બેલેન્સિગ જેવી કરતબ રજૂ કરવાના છે. આ લોકોની ટીમ નગરમાં અકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ તો સેમસી ઓમાની નામના યુવકની વાત કરીએ તો 1999 માં આ યુવક પ્રથમ વાર પ્રમુખ સ્વામી મહારાજના સમ્પર્ક આવ્યો અને આ એક બાપા સાથેની મુલાકાતે યુવકનું જીવન બદલી નાખ્યું અને પોતાની મૂળ રેહણી કહેણી બદલી નાખી.


 યુવકે જે વ્યશનો હતા તે છોડી દીધા ખાસ તો રોજ ખાવામાં આવતા નોનવેજ અને દારૂનું સેવન મૂકીને યુવક શાકાહારી બન્યો અને રોજે રોજે પીવામાં આવતી સિગારેટને પણ યુવકે છોડી દીધી છે. આ બદલાવ માત્ર પ્રમુખ સ્વામી મહારાજની સાથે થયેલી મુલાકાતને કારણે યુવક પોતે શાંતિનો અનુભવ કરી રહ્યો છે. આ યુવકના ગ્રુપ મયોટો અને થીયેટર અને ગેલેરી થકી આ ગ્રૂપ પોતાના અલગ અલગ પરફોર્મ્સ રોજ નગરમાં લોકો સામે રજૂ કરે છે.


ગુજરાતના આ પ્રખ્યાત શિવ મંદિરમાં જળાભિષેક માટે ચૂકવવા પડશે રૂપિયા


હવે મહાદેવના જળાઅભિષેક કરવા પણ ચૂકવા પડશે નાણાં. કદાચ તમને આ વાત જાણીને આશ્ચર્ય લાગશે, પરંતુ આ વાત સાચી છે. આ વાત આપણા ગુજરાતના જ એક પ્રસિદ્ધ શિવ મંદિરની છે. જસદણ પાસે આવેલ ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી ઘેલા સોમનાથ મંદિરે જતા શિવ ભક્તોએ જો જળા અભિષેક કરવો હશે તો 351 રૂપિયા આપવા પડશે. આ અંગે મંદિરમાં બોર્ડ પણ લગાવામાં આવ્યા છે.


તો બીજી તરફ આ નિર્ણયને લઈને સ્થાનિક લોકો અને સાધુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે સામાન્ય લોકો કઈ રીતે રૂપિયા દઈને મહાદેવનો જળાભિષેક કરી શકે. હવે પૈસાદાર લોકો જ મહાદેવનો જળાભિષેક કરી શકશે. આ સમગ્ર મામલે જસદણના એસ.ડી.એમ રાજેશ આલએ કહ્યું કે. વ્યવસ્થાના ભાગરૂપે ચાર્જ વસૂલ કરવામાં આવશે. અત્યાર સુધી વીઆઈપી લોકો જ  ગર્ભગૃહમાં જઈને જળાભિશેક કરી શકતા હતા પરંતુ હવે દરેક લોકો જઈને જળાભિષેક કરી શકશે. જે લોકોને ચાર્જ વસૂલવાને લઈને વાંધો છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવશે.