અમદાવાદ:  અમદાવાદના ચંડોળામાં કાલે ડિમોલિશન પાર્ટ-2ને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. JCB સહિતની મશીનરી ચંડોળા તળાવ નજીક પહોંચી ગઈ છે.  ડિમોલિશન પાર્ટ-2 પહેલા AMCએ સ્થાનિકોને જાણ કરી છે. વર્ષ 2010 પહેલા ચંડોળા વિસ્તારમાં રહેતા સ્થાનિકોને જાણ કરી છે. EWSની યોજનાનો લાભ લેવા સ્થાનિકોને જાણ કરવામાં આવી છે. અઢી લાખ ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરાશે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી ડિમોલીશનની કામગીરી શરૂ  થશે.  ચાર દિવસમાં અઢી લાખ ચોરસ મીટર જમીનના દબાણો દૂર કરાશે. 

Continues below advertisement

ચંડોળા તળાવ વિસ્તાર બાંગ્લાદેશી નાગરિકોની અનધિકૃત વસાહતોનું કેન્દ્ર બન્યો છે. અત્યાર સુધીમાં 200થી વધારે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના ચંડોળા તળાવ વિસ્તારમાંથી ઝડપાયા છે. અમદાવાદ મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઝુંબેશ શહેરી વિકાસ અને ગુનાખોરી રોકવા માટે જરૂરી છે.

દબાણ હટાવવાની કામગીરીમાં 3 દિવસ લાગશે

Continues below advertisement

ચંડોળામાં કાલે ડિમોલિશન પાર્ટ-2 દરમિયાન 3,000થી વધુ પોલીસકર્મીઓ અને 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ની ટીમો તૈનાત રાખવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા મુજબ  દબાણ હટાવવાની કામગીરીમાં 3 દિવસ જેટલો સમય લાગશે. વિસ્થાપિત પરિવારો માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા પણ થઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચંડોળા તળાવ વિસ્તાર લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓનું ગઢ બન્યો છે. 

અધિકારીઓને જવાબદારીઓ સોંપાઈ

ડીમોલિશન દરમિયાન અને બાદની કામગીરી માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપાઈ છે. તમામ ડેપ્યુટી કમિશનરોને  અને . સાત ઝોનના એસ્ટેટ ઓફિસર,ફાયર ઓફિસર અને આરોગ્ય વિભાગને  કામગીરી સોંપાઇ છે. 20 મેથી પાર્ટ-2 ડિમોલિશન હાથ ધરવા માટે 18 મે સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યાં હતા. 

અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે.  નોંધનીય છે કે ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને  વસતા બાંગ્લાદેશી સામે તંત્રએ ક્લિન ઓપરેશન હાથ ધર્યું છે.

ચંડોળા તળાવ ડિમોલિશનને ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ તરીકે ગણવામાં આવી રહી છે. લોકો AMCની કાર્યવાહીને 'મિની બાંગ્લાદેશ' પર 'બુલડોઝર સ્ટ્રાઇક ' તરીકે જોઈ રહ્યા છે. AMC, પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 'ઓપરેશન ક્લીન' નામ હેઠળ આ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.