PM Modi Gujarat Visit LIVE: PM મોદીએ રિવરફ્રંટ પર અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું
PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ બ્રિજનું ઇ લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું, અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કાંઠાને જોડતો નથી, પરંતુ તે ડિઝાઇન અને નવીનતામાં પણ અભૂતપૂર્વ છે. ડિઝાઇનમાં ગુજરાતના પ્રખ્યાત પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ રિવરફ્રંટ પર અટલ ફુટ ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ સાથે પીએમ મોદી બેઠક કરી રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર,આઈ.બી.ના વડા અનુપમસિંહ ગેહલોત પણ બેઠકમાં હાજર છે. ગ્રામીણ વિસ્તારમાં પક્કડ વધુ મજબૂત બનાવવા પ્રધાનમંત્રી ટાસ્ક આપી શકે છે.
વિરોધ પક્ષની ગતિવિધિઓ અંગે પણ પ્રથમ બેઠકમાં ચર્ચા કરાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજસેલ ખાતે મહત્વપૂર્ણ બેઠક કરશે. રાજ્ય સરકારના મંત્રીઓ સાથે પીએમ ગુજસેલ ખાતે બેઠક કરશે. રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે મંત્રીઓ પાસેથી સ્થિતિનો તાગ મેળવાશે. અમદાવાદમાં બનવા જઈ રહેલા ગાંધી આશ્રમના નવીનીકરણ સહિતના પ્રોજેકટ મામલે પીએમ ચર્ચા કરશે. સેકટર 2 JCP ગૌતમ પરમાર ગુજસેલ એરપોર્ટ પહોંચ્યા છે. ગાંધી આશ્રમના નવીનીકરણમાં IPS અધિકારી ગૌતમ પરમારને જવાબદારી સોપાઈ છે. પીએમ રાજભવન નહિ જઈને એરપોર્ટ ઉપર જ બેઠક કરે તેવી સંભાવના છે.
મુખ્યમંત્રી,રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર, ડીજીપી આશિષ ભાટિયા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત નેતાઓ સ્વાગત માટે એરપોર્ટ પહોચ્યા છે. એરપોર્ટથી પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન જવા રવાના થશે. રાજભવનથી 6 કલાકે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પહોચશે પ્રધાનમંત્રી. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 7500 મહિલાઓ ચરખા કાંતશે. વર્ષ 1920થી ઉપયોગમાં લેવામાં આવેલ ચરખા પણ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુકવામાં આવ્યા છે. 75 જેટલા રાવણહથ્થા કલાકારો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કરશે પીએમનું સ્વાગત. રિવરફ્રન્ટ ઉપર બનેલા અટલ બ્રિજનું પણ ઇ લોકાર્પણ કરશે પીએમ.
વડાપ્રધાન 27 અને 28 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે રહેશે. 27 ઓગષ્ટે બપોરે 2.30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યાંથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. જે કાર્યક્રમ પૂરો કર્યા બાદ સાંજે રાજભવન અને રાત્રી રોકાણ કરશે. 28 ઓગસ્ટના રોજ અમદાવાદ એરપોર્ટ થઇ થી સવારે 8 વાગ્યે કચ્છ જવા નીકળશે.. વડાપ્રધાન ભુજ ખાતે વિવિધ વિકાસના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. સવારે 10 કલાકે કચ્છના ભુજ ખાતે વડાપ્રધાનના હસ્તે ‘સ્મૃતિ વન મેમોરિયલ’નું લોકાર્પણ થશે. સવારે 11.30 કલાકે શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. ત્યારબાદ બપોરે 2.30 કલાકે પીએમ મોદી પરત અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી રાજભવન.જશે. બપોરે 3 થી 5 વાગ્યા સુધી રાજભવન ખાતે અનામત સમય છે. સાંજે 5.30 કલાકે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘ભારતમાં સુઝુકીની ૪૦ વર્ષ’ની સ્મૃતિમાં યોજાનાર કાર્યક્રમમાં હાજર રહેશે. તે કાર્યક્રમ પૂરો કર્યા બાદ સાંજે 7 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
પીએમ મોદી 28મી ઓગસ્ટે કચ્છ જિલ્લાની મુલાકાતે જશે. ત્યાં તેઓ ભૂજ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર કચ્છ જિલ્લાને વિજ્ઞાન અને પ્રવાસનક્ષેત્રે વધુ ઊંચાઈએ લઈ જશે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર10 એકરમાં ફેલાયેલ છે. આ સેન્ટરની વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે મહત્વનું બની રહેશે. કચ્છ જ નહીં પરતું ગુજરાત અને ભારતના પ્રવાસીઓને આકર્ષવાની ક્ષમતા ધરાવતા આ કેન્દ્રમાં મરિન નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ, નેનો ટેકનોલોજી, ફિલ્ડસ મેડલ અને બોસાઇ ગેલેરી જેવી કુલ છ થીમ આધારીત ગેલેરી બનાવવામાં આવી છે.
આ સેન્ટરની અન્ય કેટલીક સુવિધાઓ પર નજર કરીએ તો અહીં લેન્ડ સ્કેપિંગ ગાર્ડન, સબમરીન સિમ્યુલેટર, સોલાર ટ્રી, ટેલિસ્કોપ અને મુલાકાતીઓ માટે કાફેટેરિયાનીવ્યવસ્થા પણ કરવામાં આવી છે. આગામી સમયમાં આ સાયન્સ સેન્ટર બાળકો, યુવાનોને વૈજ્ઞાનિક બનવા પ્રેરિત કરશે અને ભાવિ પેઢીને વિજ્ઞાનની વધુ નજીક લઈ જશે.
- અમદાવાદનો આઈકોનિક અટલ બ્રિજ
- સાબરમતી નદી ઉપર રુપિયા 74 કરોડથી વધુના ખર્ચે બ્રિજનું નિર્માણ
- એન્જીનીયરીંગ અજાયબી તરીકે ઓળખાશે આઈકોનિક ફૂટઓવર બ્રિજ
- સાબરમતીના પુર્વ અને પશ્ચિમ કાંઠાને જોડતો બ્રિજ
- સાબરમતી નદીના લોઅર તથા અપર પ્રોમીનાડ ઉપરથી પ્રવેશ કરી શકાશે
- બ્રિજમાં વચ્ચેના ભાગે વુડન ફ્લોરીંગ
- બ્રિજની સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ
- બ્રિજના વચ્ચેના ભાગે ફુડ કિઓસ્ક, બેસવાની તથા પ્લાન્ટેશનની વ્યવસ્થા
- ડાયનેમીક કલર ચેન્જ થઈ શકે તેવું એલ.ઈ.ડી. લાઈટીંગ
- લંબાઈ 300 મીટર છે જેનું 2600 મેટ્રીક સ્ટીલ વજન
બ્રેકગ્રાઉન્ડ
PM Modi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણીના વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે પીએમ મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અટલ બ્રિજનું ઇ લોકાર્પણ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલીસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે બનાવવામાં આવેલા 'અટલ બ્રીજ'નું પીએમ મોદી દ્વારા ઈ- લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. રુપિયા ૭૪ કરોડના ખર્ચે બનેલો આ ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) અમદાવાદ શહેરની નવી ઓળખ બનશે.
આઇકોનિક ફૂટ ઓવરબ્રિજને લઈને શહેરીજનોમાં છેલ્લાં ઘણાં સમયથી અનેરું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીનાં પૂર્વ અને પશ્ચિમ કાંઠાની વચ્ચે નિર્માણ પામેલ આ આઇકોનિક ફુટ ઓવર બ્રિજ (પેડેસ્ટ્રીયન બ્રિજ) પેડેસ્ટ્રીયન અને સાયકલીસ્ટને એક છેડે થી બીજા છેડે કોઈપણ પ્રકારના ટ્રાફિક વગર સરળતાથી પહોંચવામાં મદદરૂપ થશે તેમજ અમદાવાદના લોકો સાબરમતી નદી તથા સાબરમતી રિવરફ્રન્ટને ટ્રાફિક વગર શાંતિથી માણી શકશે. અટલ બ્રિજ સાબરમતીના પશ્ચિમ કાંઠે ફ્લાવર ગાર્ડન તથા ઈવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝામાં થઈ પૂર્વ કાંઠે બનનાર એક્ઝીબીશન/કલ્ચર/આર્ટ સેન્ટરને જોડવામાં મદદરૂપ બનશે. રીવરફ્રન્ટના લોઅર તથા અપર પ્રોમીનાડ પર થઈને આ બ્રિજ પર જઈ શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -