Rahul Gandhi Gujarat Visit Live: ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશેઃ રાહુલ ગાંધી

Rahul Gandhi: રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબોધન કરશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 Jul 2024 02:17 PM
રાહુલ ગાંધીની માનસિકતા દેશ વિરોધીઃ દિલીપ સંઘાણી

ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધી મીડિયામાં ચમકવા આવ્યા હોવાનો આરોપ લગાવી કહ્યું, રાહુલ ગાંધીનો હેતુ યોગ્ય નથી. રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરોધી નિવેદન આપ્યું. રાહુલ ગાંધીની માનસિકતા દેશ વિરોધી છે.

ગુજરાત કોંગ્રેસની નબળાઈ ઉપર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

ગુજરાત કોંગ્રેસની નબળાઈ ઉપર મોટું નિવેદન આપતાં રાહુલ ગાંધીએ કહ્યું, રેસ અને લગ્નના બે પ્રકારના ઘોડા હોય છે. ગુજરાત કોંગ્રેસના રેસના ઘોડાને લગ્નમાં અને લગ્નના ઘોડાને રેસમાં મૂકે છે. હવે ગુજરાત કોંગ્રેસના લગ્નના ઘોડાઓને લગ્નમાં જ રહેવા દેવાના છે.

નરેન્દ્ર મોદીને વ્યક્તિ કહેવું કે શું કહેવું તે સમજાતું નથી: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ અમદાવાદમાં તેના સંબોધનમાં કહ્યું, નરેન્દ્ર મોદી જ કહે છે કે, હું બાયોલોજીકલ નથી. જો તમે બાયોલોજિકલ નથી તો અયોધ્યા કેમ હાર્યા. જે વ્યક્તિ પોતાને નોન બાયોલીજીકલ અને દેશની પ્રજાને બાયોલોજીકલ સમજે છે, આવી વ્યક્તિ ગુજરાતને કેવી રીતે રસ્તો દર્શાવી શકે. આવી વ્યક્તિ ખેડૂત, મહિલા, યુવાનોનું દર્દ કેવી રીતે સમજી શકે . નરેન્દ્ર મોદીને વ્યક્તિ કહેવું કે શું કહેવું તે સમજાતું નથી.

રાહુલ ગાંધીએ ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા રાહુલે આહ્વાન કર્યું

ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલ ગાંધીએ લલકાર  કરતાં કહ્યું, નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે. અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપ હારશે. કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સમગ્ર AICC છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા રાહુલે આહ્વાન કરતાં કહ્યું, ગુજરાતના લાખો લોકોનો મત જાણી નિર્ણય કરાશે.

ગુજરાતમાં કૉંગ્રેસ જીતશે અને ગુજરાતથી નવી કૉંગ્રેસ બનશેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, આઝાદીની લડાઈ ગુજરાતથી શરૂ થઈ હતી. કૉંગ્રેસની ઓફિસ તોડી તેમ અમે તેમની સરકાર તોડીશું. ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશે. 2022ની જેમ નહીં, 2017ની જેમ ચૂંટણી લડીશું. 2017માં કૉંગ્રેસ દમખમ સાથે ચૂંટણી લડી હતી, આગામી ત્રણ વર્ષમાં કૉંગ્રેસ ભાજપને હરાવશે.

પંજાના ચિહ્નમાં તમામ ધર્મોમાં સ્થાનઃ રાહુલ ગાંધી

 નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવા નહોતા માગતા. મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા માગતા હતા. નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર નિશ્ચિત હતી, વારાણસીમાં મોદીની જીત પાતળી સરસાઈથી થઈ. પંજાના ચિહ્નમાં તમામ ધર્મોમાં સ્થાન છે. ડરશો નહીં, ડરાવશો નહીં, તમામ ધર્મનો મંત્ર છેઃ રાહુલ ગાંધી

ભાજપમાં ડરની સાથે દંભ છેઃરાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું, અંગ્રેજો સામે કૉંગ્રેસ લડ્યુ હતુ, RSS નહીં. કૉંગ્રેસમાં નહીં ભાજપમાં ડરની ભાવના છે. 

ગુજરાતમાં ભાજપની હાર નિશ્ચિત છેઃરાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપની હાર થશે. કૉંગ્રેસના બબ્બર શેર કાર્યકર્તાઓ ભાજપને હરાવશે. આપણે ડરવાનું નથી. ગુજરાતની જનતા ડર વગર લડશે તો ભાજપ હારશે. કૉંગ્રેસમાં ડરની રાજનીતિ નથી. કૉંગ્રેસનો કાર્યકર્તા મુક્તમને વાત કરી શકે છે. અમારો કાર્યકર્તા અમારાથી ડરતો નથી.

કોંગ્રેસની લીગલ ટીમ સાબરમતી જેલ પહોંચી

કોંગ્રેસની લીગલ ટીમ સાબરમતી જેલ પહોંચી છે અને કોંગ્રેસના કાર્યકરોને મળવા માટે મુલાકાત માંગવામાં આવી છે. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા હોવાથી મંજૂરી મળી શકે છે. રાહુલ ગાંધીએ પ્રદેશના નેતાઓને કહ્યું હું મળવા જઈશ, કોંગ્રેસના કાર્યકરોને જેલમાં પણ મળવા જઈશ.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર દિલીપ સંઘાણીનું નિવેદન

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર દિલીપ સંઘાણીએ નિવેદન આપતાં કહ્યું, અમિતભાઈ શાહના ગુજરાત પ્રવાસ નક્કી થયા બાદ તેમને મીડિયામાં સ્થાન લઈ સહકારી કાર્યક્રમ વચ્ચે થોડો સમય મીડિયામાં રહેવા આયોજન કર્યું છે. રાહુલ ગાંધીનો  હેતુ યોગ્ય હોતો નથી, રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરોધી નિવેદન આપ્યું છે. 

સાબરમતી જેલ પર બંદોબસ્ત વધારાયો

પથ્થરમારા કેસમાં કોંગ્રેસના આરોપીઓ કાર્યકર્તાઓને જેલ હવાલે કરાતા સાબરમતી જેલ પર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી આ કાર્યકર્તાઓને મળવા પોલીસ સ્ટેશન  જવાના હતા.

રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ

રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. શક્તિસિંહ ગોહીલ, હિંમતસિંહ પટેલ, અમિત ચાવડા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વીએચપી, બજરંગદળના કાર્યકરોની અટકાયત

જયશ્રી રામના નારા સાથે રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત પહેલા પાલડીમાં વીએચપી, બજરંગદળના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા હતા. જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

રાજકોટ, મોરબી અને વડોદરા દુર્ઘટનાના પીડિત પરિવાર કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા

રાજકોટ, મોરબી અને વડોદરા દુર્ઘટનાના પીડિત પરિવાર કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. રાહુલ ગાંધી સાથે પીડિત પરિવારો મુલાકાત કરશે. પરિવારોનું કહેવું છે કે સરકારે ન્યાય આપવો જોઈએ તેની બદલે અમે ન્યાયની ભીખ માગી રહ્યા છીએ, આટલા સમયમાં ભાજપના કોઈ આગેવાન એમને મળ્યા નથી. સમાજનો કોઈ મોટો નેતા હોય તો તેને લોકોને મારવાનું લાયસન્સ ના હોય, રાહુલ ગાંધીને અમે પુરાવાઓ આપીશું. રાહુલ ગાંધી સંસદમાં આમારી વ્યથા રજૂ કરે તેવી આશા છે. રાહુલ ગાંધી ન્યાય અપાવે તેવી અપેક્ષાએ આવ્યા છીએ.

રાહુલ ગાંધીને આવકારવા નેતાઓ પહોંચ્યા એરપોર્ટ

લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આવકારવા કોંંગ્રેસ નેતાઓ  એરપોર્ટ પહોંચી ચુક્યા છે. શક્તિસિંહ ગોહિલ , મુકુલ વાસનિક, અમિત ચાવડા એરપોર્ટ પહોંચ્યા છે અને હજુ પણ બીજા નેતાઓ પહોંચશે.

કસ્ટડીમાં મોકલાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓના નામ

  • સંજય બ્રહ્મભટ્ટ,શહેર પ્રવક્તા

  • મનીષ ઠાકોર,નારણપુરા વોર્ડ પ્રમુખ

  • મુકેશ દાંતાણી,ઉપપ્રમુખ,અમદાવાદ શહેર કોંગ્રેસ

  • વિમલ કંસારા,કાર્યકર્તા

  • હર્ષ પરમાર,NSUI પ્રવક્તા

આરોપીઓને વહેલા રજૂ કરતા કોર્ટે આઇઓ પાસે માંગ્યો ખુલાસો 

કોંગ્રેસ કાર્યાલય થયેલા પથ્થરમારા મામલે કોંગ્રેસના કાર્યકરોને બપોરે 4 થી 6 માં હાજર કરવાના બદલે સવારના સમયે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેેને લઈ ઇન્ચાર્જ ઓફિસરે ખુલાસામાં કહ્યું કે, રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની રહે તે માટે વહેલા રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પાંચેય કાર્યકર્તાઓને કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો.

રિમાન્ડ પૂર્ણ થતાં કોંગ્રેસ કાર્યકર્તાઓને ન્યાયિક હિરાસતમાં મોકલાયા

રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પથ્થરમારા કેસમાં ધરપકડ કરવામાં આવેલા કોંંગ્રેસ કાર્યકર્તાઓને રથયાત્રાનું કારણ આપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં કોંગ્રેસ કાર્યકર્તાઓને ન્યાયિક હિરાસતમાં મોકલાયા હતા. જેથી હવે રાહુલ ગાંધી તેમની સાથે મુલાકાત કરી શકશે નહીં.

ગુજરાત કોંગ્રેસ સોશિયલ મીડિયા પર શું કર્યુ પોસ્ટ

રાહુલ ગાંધીની મુલાકાતને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર આ પોસ્ટ કરવામાં આવી છે.





રાહુલ ગાંધીને આવકારવા કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓમાં ઉત્સાહ

લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને આવકારવા કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓમાં ઉત્સાહ છે. રાહુલ ગાંધીને આવકારવા શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક  રાજીવ ગાંધી ભવન પહોંચી ચુક્યા છે. રાજીવ ગાંધી ભવન પર કાર્યકર્તાઓનો જમાવડો શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત વશરામ સાગઠીયા, લાલજી દેસાઈ, શૈલેષ પરમાર પણ રાજીવ ગાંધી ભવન પહોંચી ગયા છે.

રાહુલ ગાંધીની મુલાકાતને લઈ અમિત ચાવડાએ શું કહ્યું

રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત અંગે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધી શાંતિ - અહિંસા અને સર્વધર્મ સંભવ સ્થાપવા આવી રહ્યા છે. આજે દુઃખી પરિવારોને મળવા આવી રહ્યા છે.શિવભક્ત રાહુલ ગાંધી ડરો નહિ અને ડરાવો નહિનો સંદેશ આપવા આવી રહ્યા છે. ધર્મના નામે થતી રાજનીતિને અટકાવવા રાહુલ ગાંધી આવી રહ્યા છે.

રાહુલ ગાંધી ગુજરાત આવવા રવાના

રાહુલ ગાંધી ગુજરાત આવવા રવાના થઈ ગયા છે. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એેએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.





રાહુલ ગાંધીની કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત અંગે તૈયારીઓ પૂર્ણ

રાહુલ ગાંધીની કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત અંગે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કોંગ્રેસ કાર્યાલયમાં બીજા અને ચોથા મળે મુલાકાત માટે વ્યવસ્થા કરવામાં આવી છે. બંને માળ પર રાહુલ ગાંધી વિવિધ લોકો સાથે સંવાદ કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. બીજા માળે 15 લોકો અને ચોથા માળે 100 લોકો સાથે સંવાદ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને રાહુલ ગાંધી કરશે સંબોધન 

અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી સંબોધન કરશે. રાહુલ ગાંધીના સંબોધન સ્થળની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અંદાજિત 300 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે. કોંગ્રેસ કાર્યાલયની બહાર એક સ્ક્રીન મૂકવામાં આવી છે. બહારથી કાર્યકરો અને આગેવાનો સંબોધન સાંભળી  શકે તેની વ્યવસ્થા કરાઇ છે.

સુરત તક્ષશિલા અગ્નિકાંડના અમુક પીડિત પરિવારો નહીં કરી શકે મુલાકાત

સુરતના તક્ષશિલા અગ્નિકાંડના પરિવારજનો રાહુલ ગાંધી મળવાના હતા. પરંતુ તક્ષશિલા અગ્નિકાંડના પરિવારજનોને અગત્યનું કામ હોય સુરત આવી ગયા છે. એટલે પરિવારજનોએ રાહુલ ગાંધીને સંદેશો આપી દીધો છે .

કોણ કોણ પહોચી ચુક્યું છે અમદાવાદ

કોંગ્રેસ નેતા લલિત વસોયા, લલિત કગથરા, ધારાસભ્ય કિરીટ પટેલ અમદાવાદ પહોંચી ચુક્યા છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહેશે. ઉપરાંત લોકસભા ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો પણ હાજર રહેશે.

કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 

અમદાવાદમાં રાહુલ ગાંધીના આગમન પહેલા કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ અને અર્ધ લશ્કરી દળની એક ટુકડી પણ ગોઠવાઈ છે.

બ્રેકગ્રાઉન્ડ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા (Lop Lok Sabha Rahul Gandhi) રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. (Rahul Gandhi Gujarat Visit) લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમઝોન  (Rajkot TRP Game Zone incident) અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી. મૃતક આશાબેન કાથડના પરિવારજનોએ કહ્યું અમે રાહુલ ગાંધીને મળીશું. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈ જશે.


રાહુલ ગાંધીનો કાર્યક્રમ



  • બપોરે 1 કલાકે 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ટર્મીનલ 1 પર પહોંચશે રાહુલ ગાંધી

  • બપોરે 1 કલાકે કોંગ્રેસના આગેવાનો સાથે વાસણા પોલીસ મથકે પહોંચશે રાહુલ ગાંધી

  • બપોરે 1:30 કલાકે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબોધન કરશે

  • બપોરે 2 કલાકે પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસના કાર્યકરોના પરિવારો સાથએ કોંગ્રેસ કાર્યાલય ખાતે મુલાકાત કરશે

  • બપોરે 2:30 રાજકોટ અગ્નિકાંડ , મોરબી બ્રીજ દૂર્ઘટના, વડોદરા હરણીકાંડ અને સુરતના તક્ષશિલા અગ્મિકાંડમાં ભાગ બનેલા પરિવારના સભ્યો સાથે કોંગ્રેસ કાર્યલય ખાતે મુલાકાત કરશે


રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર લોકોના પરિવારજનો અમદાવાદ જવા માટે રવાના થયા છે. અમદાવાદમાં આજે ભોગ બનનારના પરિવારજનો રાહુલ ગાંધીને મળશે. આ પહેલા રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે ઓનલાઈન મીટીંગ કરી હતી. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ પીડિત પરિવારોને,રાહુલ ગાંધીને મળવા માટે અમદાવાદ લાવી રહ્યા છે.


શુક્રવારે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. 6 જુલાઇએ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ આવવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે કહ્યું રાજ્યનું વૈચારિક લડાઈ ને ગુંડાગીરી સુધી ન લઈ જવાય. પહેલીવાર વાર એવું બન્યું કે પક્ષની ઓફિસ પર તોડફોડ કરવામાં આવી. ભાજપના ગુંડાઓએ અસ્મિતાને કલંકિત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દીવાલ બની રક્ષણ કર્યુ, વિના મંજૂરી એ ગુંડા આવ્યા, એમને ઉઠાવ્યા હોત તો ઘર્ષણ ન થયું હોત. કેટલાક પોલીસ અધિકારીઓનો દુરુપયોગ થયો. જો ભવિષ્યમાં આવું કોઈ અધિકારી કરશે, માફ નહી કરીએ. રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળે તેવી લોકોને અપીલ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.