Rahul Gandhi: ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે પરંતુ ખેડૂતોના દેવા માફ નથી કરતા: રાહુલ ગાંધી
રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ પર બૂથ લેવલના કાર્યકરો સાથે સંવાદ કરશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું વીજ બિલ માફ કરાશે. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલ અને દીકરીઓને મફત શિક્ષણ આપીશું. સરદાર પટેલની મૂર્તિ બનાવનારી સરકાર હજારો સ્કૂલ બંધ કરી રહી છે. કોગ્રેસ નેતાએ કહ્યું કે કોગ્રેસની સરકાર બનશે તો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. ઉપરાંત 10 લાખ યુવાઓને રોજગારી આપવાનું પણ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં આંદોલન કરવા માટે મંજૂરી લેવી પડે છે. સરદાર પટેલ પણ કોગ્રેસના કાર્યકર અને નેતા હતા. ભાજપથી ગુજરાતની જનતા દુઃખી છે. કોરોનામાં ગુજરાતમાં ત્રણ લાખ લોકોના મોત થયા છે. કોગ્રેસની સરકાર બનશે તો કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કરાશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે બે-ત્રણ ઉદ્યોગપતિઓને જેટલી પણ જમીન જોઇએ સરકાર તરત આપી દે છે. આદિવાસી થોડી પણ જમીન માંગે તો સરકાર આપતી નથી. દેશમાં વિજળીનો સૌથી વધુ ભાવ ગુજરાતમાં છે. જીએસટીથી દુકાનદારોને માત્ર નુકસાન થયું છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને નહી, માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓને ફાયદો થાય છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે આજે સરદાર પટેલ હોત તો ખેડૂતોના વિરોધનો કાયદો ના લાવ્યા હોત. એક તરફ પ્રતિમા બનાવે છે અને બીજી તરફ સરદારના વિચારો વિરુદ્ધનું કાર્ય કરે છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. તમામ ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પરથી નીકળે છે તો પણ કેમ કાર્યવાહી થતી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોગ્રેસના કાર્યકરો વિચારધારાની લડાઇ લડી રહ્યા છે. સરદાર પટેલ ગુજરાત અને હિંદુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. ગુજરાત અને હિંદુસ્તાનના ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે આ સરકાર ખેડૂતો સામેના 3 કાળા કાયદા લાવી. સમગ્ર દેશમાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે પરંતુ ખેડૂતોના દેવા માફ નથી કરતા. સરદાર પટેલ હોત તો ખેડૂતો સામેના કાયદા ના લાવ્યા હોય અને ખેડૂતોના દેવા માફ કર્યા હોત. કોંગ્રેસની સરકારે દરેક રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે. ગુજરાતમાં પણ અમે રૂ. 3 લાખ સુધીનું ખેડૂતનું દેવું માફ કરીશું.
કાર્યક્રમને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતના દરેક વિસ્તારમાંથી બબ્બર શેર આવ્યા છે. ગુજરાતમાં 25 વર્ષથી આપ જે સહન કરો છો તે હું જાણું છું. આ લડાઈ રાજકીય પાર્ટીની નથી. સરદાર પટેલ માત્ર એક વ્યક્તિ ન હતા, તે ગુજરાત અને ભારતના ખેડૂતોનો અવાજ હતા. લોકતાંત્રિક સંસ્થાઓ સરદાર પટેલે ઉભી કરી હતી.
પરિવર્તન સંકલ્પ સંમેલનમાં અશોક ગેહલોતે કહ્યું હતું કે 27 વર્ષના શાસનમાં ભાજપે મોટી મોટી વાતો જ કરી છે. દારૂબંધી માત્ર નામની જ છે, 70 લોકો દારૂ પીવાથી મરી ગયા. કોરોનાના કારણે મુખ્યમંત્રી સહિત પૂરી સરકાર બદલવી પડી. રાહુલ ગાંધી એવું વ્યક્તિત્વ છે જે દેશની સામાન્ય જનતાનો અવાજ બને છે. આ વખતે આપ સૌ કમર કસી લો. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે.
પરિવર્તન સંકલ્પ સંમેલનમાં કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ગુજરાતની દીકરી અને ભારત માટેનું સંતાન બિલ્કિસ બાનો કેસના આરોપીઓને છોડી મુકવામાં આવ્યા છે. બળાત્કારીઓને છોડવાના સંસ્કાર ગુજરાતના ના હોય. આરોપીઓને ફરી જેલમાં મૂકવામાં નહિ આવે ત્યાં સુધી સડક પર આંદોલન કરીશું. 10મી તારીખે ગુજરાત બંધના એલાનમાં આ મુદ્દે પણ વિરોધ કરીશું
ગુજરાત કોગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે નફરતની રાજનીતિ ભાજપનું હથિયાર છે. ગુજરાત ઝેરીલી દારૂનો અડ્ડો બની ગયું છે. આદિવાસીની જમીન છીનવવાનું ષડયંત્ર થઇ રહ્યું છે. આજે ગુજરાતની જનતાને કોગ્રેસમાં વિશ્વાસ છે. 125 બેઠકો પર જીતના સંકલ્પ સાથે કોગ્રેસનો કાર્યકર આગળ વધી રહ્યો છે.
ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે પેપર ફોડીને યુવાનોનું ભવિષ્ય બગાડનાર સામે પરિવર્તન થશે. મોંઘવારી, બેરોજગારીના મુદ્દે કોગ્રેસે પરિવર્તન સંકલ્પ સંમેલન છે.
સર્કિટ હાઉસ પર રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. સર્કિટ હાઉસ પર રાહુલ ગાંધીના સમર્થનમાં નારા લાગ્યા હતા.
કોગ્રેસ નેતા રાહુલ ગાંધી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. કોગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની આજે બેઠક મળશે. ધારાસભ્યોને પુનઃ ટિકિટ આપવામાં આવશે તેવો નિર્ણય લેવાશે.
બ્રેકગ્રાઉન્ડ
અમદાવાદઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત કોગ્રેસના નેતાઓ દ્ધારા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી અમદાવાદના રિવરફ્રન્ટ પર બૂથ લેવલના કાર્યકરો સાથે સંવાદ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -