Gujarat Rain Update: રાજ્યમાં વરસાદનું જોર આંશિક રીતે ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ જિલ્લાના ૨૦૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.  વલસાડના ધરમપુર તાલુકામાં ૫.૫ ઈંચ, વલસાડના કપરાડા તાલુકામાં ૫ ઈંચ, નવસારીના ખેરગામ તથા ચીખલી તાલુકામાં ૪-૪ ઈંચ, ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે.


 




  • રાજ્યના ૧૪ તાલુકાઓમાં ૨ થી ૩ ઈંચ વરસાદ

  • રાજ્યના ૩૮ તાલુકાઓ મા ૧ થી ૨ ઈંચ વરસાદ

  • રાજ્યમાં સીઝનનો વરસાદ ૫૬.૧૩ ટકા થયો 

  • સરેરાશ વરસાદની સામે કચ્છ ઝોનમાં ૧૦૧ ટકા વરસાદ થયો

  • દક્ષિણ ગુજરાત ઝોનમાં ૭૧.૮૮ ટકા વરસાદ 

  • સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૬.૬૧ ટકા વરસાદ

  • મધ્ય પૂર્વ ગુજરાત ઝોનમાં ૪૩.૭૨ ટકા વરસાદ

  • સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાત ઝોનમાં ૩૦.૯૧ ટકા થયો


વલસાડ જિલ્લામાં  24 કલાકમાં નોંધાયેલ વરસાદ 



  • ઉમરગામ 66 mm

  • કપરાડા 127 mm

  • ધરમપુર 140 mm

  • પારડી. 60 mm

  • વલસાડ 61 mm

  • વાપી 69 mm ખાબક્યો


તો બીજી તરફ મધુબન ડેમમાં પાણની આવક યથાવત છે. ડેમમાં 51,260 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 10 દરવાજા 2.5 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 63, 085 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઓરંગાના પાણીના સ્તરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મધુબન ડેમના 10 દરવાજા 2.00 મીટર ખોલવામાં આવ્યા છે.


રાજ્યના આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી
ગાંધીનગરઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે. જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. આજે અરવલ્લી, સાબરકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.


સૌરાષ્ટ્રના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 50 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે અને તેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે. કચ્છમાં અત્યાર સુધી સિઝનનો 98 ટકા, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 65 ટકા, સૌરાષ્ટ્રમાં 52 ટકા, મધ્ય ગુજરાતમાં 41 ટકા અને ઉત્તર ગુજરાતમાં 28 ટકા વરસાદ વરસી ચુક્યો છે.


બીજી તરફ ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની સતત આવક થઈ રહી છે. રાજ્યમાં 27 ડેમ નવા નીરથી છલકાઈ ચૂક્યા છે. હાલ રાજ્યમાં 36 ડેમ હાઈએલર્ટ પર છે.  જ્યારે 17 ડેમ છે એલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 52 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમમાં 66 ટકા પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 16 ટકા પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 38 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 63 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે.