આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદી બે સિસ્ટમ સક્રીય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. 10 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.
રાજ્યના 60થી વધુ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી હતી. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.