અમદાવાદઃ આજે સવારથી જ અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ કેટલીક જગ્યાએ વરસાદ પણ શરૂ થઈ ગયો છે. અમદાવાદની વાત કરીએ તો શહેરના સવારથી જ અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તેમજ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો છે. હાલ, અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા, ઇસ્કોન, સરખેજ, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, નહેરુનગર સહિતના વિસ્તારો તેમજ અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.


ગાંધીનગર શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. વહેલી સવારમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા વાદળો સાથે ગાંધીનગરમાં હળવા વરસાદી ઝાપટા શરૂ થયા છે. ભારે ગરમી બાદ વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ે.

સવારના સમયમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પાછલા કેટલાક દિવસથી વરસાદી માહોલ નથી જોવા મળ્યો, ત્યારે હવે આજે સવારના સમયે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે અમદાવાદીઓ સારા વરસાદની આશા પણ રાખી રહ્યા છે. સવારના સમયે વાદળછાયું વાતાવરણથી અંધારિયો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે વાહનચાલકો એ પોતાના વાહનની લાઇટ્સ ચાલુ કરીને પણ વાહન કરવાની ફરજ પડી રહી છે.