પાર્કિંગની સમસ્યાને લીધે રાજસ્થાન જવાની ST બસ રાણીપ બસસ્ટેન્ડથી ઉપડશે
abpasmita.in | 19 Oct 2016 11:55 AM (IST)
અમદાવાદઃ શહેરમાં વધતા જતા ટ્રાફિકને લીધે અને ગીતા મંદિર એસટી સ્ટેંડે પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી આજથી રાજસ્થાનની તમામ બસો રાણીપથી ઉપડશે. મુસાફરોને હાલાકી ના ભગોવી પડે તે માટે એસટી નિગમ દ્વારા ગીતા મંદિરથી રાણીપ લઇ જવા માટે ફ્રિમાં મીની બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજસ્થાન જતી તમામ એસટી બસો હવે ગીતામંદિરની જગ્યાએ રાણીપમાં બનેલા નવા એસટી બસસ્ટેન્ડ પરથી ઉપડશે. ટ્રાફિકમાં મુસાફરો હાલાકી ભોગવવી પડતી હોવાથી અને ગીતામંદિર ખાતે બસ પાર્કિંગની જગ્યા ઓછી હોવાથી આ નિર્ણય લેવાયો છે. બુધવારથી જ ગુજરાત એસટી નિગમની 67 જેટલી બસો રાણીપથી ઉપડશે. આટલું જ નહી પણ મુસાફરોને રાણીપથી ગીતામંદિર અને ગીતામંદિરથી રાણીપ સુધી લાવવા લઇ જવા માટે બે મિની બસો પણ મૂકાઇ છે. જે સુવિધા નિઃશુલ્ક દરે રહેશે. મુસાફો બાયપાસ થઇને વહેલા ટ્રાફિક વગર પહોંચી શકે અને ગીતામંદિર ખાતે પાર્કિંગની સમસ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે.