રેડિસન બ્લુ હોટલના રૂમમાં હતા ત્યારે કોલ્ડ્રીંકમાં કેફી પદાર્થ આપીને યુવતીને બેભાન કરીને તેની સાથે વારા ફરતી વારા ત્રણેયે દુષ્કર્મ કર્યું હતું અને તેના અશ્લીલ ફોટો- વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરતા હતા. કોર્પોરેટ ઇવેન્ટના નામે તેને અમદાવાદની મોટી મોટી હોટલો જેમકે રેડિસન બ્લુ, નોવાટેલ, કેલીસમાં લઈ જતા હતા અને ત્યાં તેને બ્લેકમેઇલ કરીને અથવા ડરાવી ધમકાવીને અથવા નોકરીની લાલચ આપીને તેનું શોષણ કરતા હતા.
આરોપી પ્રજ્ઞેશના ફ્લેટ ઉપર પણ લઈ જઈને તેની સાથે માલદેવ ભરવાડ, જૈમિન, પ્રજ્ઞેશ પટેલ અને જીતેન્દ્ર ગોસ્વામીએ એક સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. કોર્પોરેટ ઇવેન્ટની લાલચ આપીને તેને ઉદેપુર પણ લઈ ગયા હતા. ત્યાં એમડી ડ્રગ્સ અને દારૂના નશામાં હેવાન બનીને એક પછી એક દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઇ છે
ઉદેપુર આવતા જતાના રસ્તામાં ગાડીમાં તેની સાથે બંધુકની અણીએ શારીરક ચેડાં કરતા હતા. આર્થિક અકળામણ અને આ તમામના ભય થી ગભરાયેલી યુવતીને થયું કે આ તમામ લોકો માત્ર તેનો ભોગવી રહ્યા છે અને નોકરીના તમામ વાયદાઓ જુઠ્ઠા છે ત્યારે તેણે ફરિયાદ નોંધાવાની હિંમત કરી હતી. આ મામલે 3 નવેમ્બરે મહિલા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી અને ઘટનાની ગંભીરતાને જોતા હવે આની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.
ઓગસ્ટ 2020થી ઓકટોબરના લગભગ 2થી અઢી મહિનાના સમયગાળા દરમ્યાન આ સમગ્ર ઘટનાઓ બની હતી. આ મામલે જૈમિન, પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જીતેન્દ્ર ગોસ્વામી છે. આ 4 સિવાય ફરિયાદ કુલ 5 લોકો સામે નોંધાઈ છે, જેમાં 5મુ નામ પ્રજ્ઞેશની પત્ની નીલમ પટેલનું છે. નીલમનો આ સમગ્ર ઘટના માં શું રોલ છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.. આ પાંચેય સામે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યારે જીતેન્દ્ર ગોસ્વામી અને માલદેવ ભરવાડ પહેલથી લગભગ ગત 7 થી 8 દિવસના સમયથી જમીન પચાવી પડવાના ગુનામાં જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. ટ્રાન્સફર વોરંટ દ્વારા ક્રાઇમ બ્રાન્ચે બંનેનો કબ્જો મેળવશે.