અમદાવાદ: ઓઢવ પોલીસે બાતમીના આધારે અમદાવાદની એક હોટેલમાં દરોડા પાડી રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર સહિત ત્રણની ધરપકડ કરી હતી. અટકાયત કરેલ સોનુ ડાંગર સહિત 3 લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

રાજકોટની ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સોનુ ડાંગર અને તેના ત્રણ સાગરીતોને ઓઢવ વિસ્તારની એક હોટલમાં અમદાવાદ પોલીસે ઝડપી પાડી હતી. ઓઢવ પોલીસે સોનુ અને તેના 3 સાગરીતો સહિત ચાર સામે પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો હતો. પકડાયેલા બે સાગરીતો પણ ભાવનગરના હથિયારના કેસમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર સહિત ગૌતમ પૂનાની અને શિવરાજ બિછિયા સહિત એક મિત્ર હોટલમાં દારૂની મહેફિલ માણતાં હતાં જેની ઓઢવ પોલીસને બાતમી મળી હતી અને પોલીસે રેડ કરી હતી. પોલીસે રેડ પાડી ત્યારે રૂમમાં ત્રણ શખ્સો અને એક મહિલા મળી આવ્યાં હતાં તે દરમિયાન તેમની પાસેથી એક દારૂની બોટલ મળી આવી હતી.

ચારે મિત્રો દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતાં. શિવરાજ અને ગૌતમ અમરેલીના હથિયારા ગુનામાં વોન્ટેડ હતા અને સોનુ ડાંગર રાજકોટના ગુનામાં વોન્ટેડ છે તેઓ નાસતાં ફરતાં હોવાથી અમદાવાદ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને દારૂની મહેફિલ માણતાં ઝડપાયા હતાં.