અમદાવાદઃ એકલતાનો લાભ લઈ યુવકે સગર્ભા યુવતી પર ગુજાર્યો બળાત્કાર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Jun 2020 11:13 AM (IST)
યુવકે સગર્ભા મહિલાની એકલતાનો લાભ લઈને પોતાની હવષ સંતોષી હતી. આ મામલો નારોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે.
અમદાવાદઃ શહેરના નારોલ પોલીસ સ્ટેશનની હદમાં ગર્ભવતી મહિલા પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવકે સગર્ભા મહિલાની એકલતાનો લાભ લઈને પોતાની હવષ સંતોષી હતી. આ મામલો નારોલ પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મળતી વિગતો પ્રમાણે આરોપી યુવક તેના પતિનું કામ છે કહી ઘરમાં ઘૂસ્યો હતો. તેમજ યુવતીની એકલતાના લાભ લઈ બળાત્કાર ગુજર્યો હતો. તેમજ આ અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલા 6 મહિના ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. યુવક આવ્યો ત્યારે પતિ બહાર ખરીદવા ગયો હતો, તે સમયે આ ઘટના બની હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.