અવરોધ વગર સેવા ચાલુ રાખવા માટે DTH અને કેબલ ટીવીનું કરો ઓનલાઈન રિચાર્જ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 May 2020 11:23 AM (IST)
લોકડાઉનમાં કોઈ પણ જાતના અવરોધ વગર સેવા શરૂ રાખવા માટે કેબલ અને ડીટીએચનું ઓનલાઈન રિચાર્જ કરો.
અમદાવાદઃ કોરોના વાયરસના કારણે હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ સમયે લોકોના મનોરંજન અને સમાચાર માટે ટીવી ચેનલ એક મોટું સાધન છે. લોકડાઉનમાં કોઈ પણ જાતના અવરોધ વગર સેવા શરૂ રાખવા માટે કેબલ અને ડીટીએચનું ઓનલાઈન રિચાર્જ કરો. વધું જાણકારી માટે તમે કેબલ ઓપરેટરનો સંપર્ક કરી શકો છો. એબીપી અસ્મિતાએ કેબલ અને ડીટીએચ ઈન્ડસ્ટ્રીઝના સહયોગમાં આ પહેલ કરી છે. કોરોના વાયરસ (કોવિડ-19) લોકડાઉનના કારણે છેલ્લા થોડા દિવસોથી ટીવા જોનારાની સંખ્યામાં વધારો થયો છે. દર્શકોની સંખ્યામાં 40 ટકા સુધી વધારો થયો છે. લોકો તેમનો સમય પસાર કરવા માટે પણ ટીવીનો સહારો લઈ રહ્યા છે.