Dhirendra Krishna Shastri: સુરત અને રાજકોટ ઉપરાંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો અમદાવાદમાં પણ દિવ્ય દરબાર ભરશે. ચાણક્યપુરીમાં ખુલ્લા મેદાનમાં મંડપ બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. 29 અને 30 મે ના રોજ ચાણક્યપુરીમાં દરબાર ભરાશે. જ્યાં દરબાર ભરાવાનો છે તે સ્થળે આયોજકો પહોંચ્યા છે.


બાબા બાઘેશ્વરના દરબાર માટે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. વિવાદો વધતા બાબાના દરબારને લઈ સુરક્ષમાં વધારો કરવામાં આવ્યો છે. દિવ્ય દરબારમાં પ્રવેશ માટે લોકોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.


બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના અમદાવાદમાં લોકદરબારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ડોમથી લઈને સ્ટેજ સુધીના કામ યુદ્ધના ધોરણે થઈ રહ્યા છે. પાસ સિસ્ટમથી મુલાકાતીઓ ડોમમાં મેળવી શકશે પ્રવેશ. ચાણક્યપુરી ગ્રાઉન્ડની સવા લાખની છે મર્યાદા છે. જોકે મુલાકાતીઓ માટે પાસનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં યોજાવનાર બાબાનો દિવ્ય દરબારમાં પાસ વિતરણ 27 અને 28 મે એ સવારે 9 વાગ્યાથી શરૂ કરાશે. પાસ માટે મોબાઇલ નંબર, અને એડ્રેસ જ આપવાનું રહેશે. જ્યારે Vvip માટે અલગથી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે.


બે દિવસ બાબા અમદાવાદના ચાણક્યપુરીના બંગલામાં રોકાશે. બાબાના દરબારમાં વધુ ભીડ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 1000 થી વધુ સ્વયં સેવકો રહેશે પોલીસ સાથે સેવામાં હાજર રહેશે.


ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં 1500 સ્વયંસેવકો અને 500 ખાનગી બાઉન્સર રહેશે. સાંજે 5 કલાકે દિવ્ય દરબાર ભરાશે જે અમર્યાદિત સમય સુધી ચાલશે. હથિયારધારી સિક્યોરિટી પણ રાખવામાં આવશે. મહિલા સિક્યોરિટી અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ કરવામાં આવી રહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાળવેલ 22 રૂમના બંગલાથી 100 મીટર અંતરે દરબારનું આયોજન કરવામાં આવશે.


રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તડામાર તૈયારી


રાજકોટ શહેરમાં બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં આગામી 1 અને 2જૂનના રોજ બાબાનો દિવ્ય દરબાર યોજાશે.  અંગે શરૂ થયેલા કાર્યાલયની મુલાકાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતાં. 


આગામી 1 અને 2 જૂને રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાવાનો છે.  આ કાર્યક્રમ અંગેની તૈયારી અને આયોજકો સાથે સીઆર પાટીલ મુલાકાત કરવા પહોંચ્યા હતા.  આ દરમિયાન તેમની સાથે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ ભરત બોધરા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય દર્શિતા બેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.