અમદાવાદઃ ગુજરાતમાં રાજકોટ મહિસાગર અને નવસારી બાદ હવે અમદાવાદમાં પણ જાણીતી PUBG ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદા પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધની જાહેરાત કરી છે. પ્રતિબંધ બાદ હવે અમદાવાદમાં PUBG રમનાર પર કાયદેસરની કાર્યવાહી થશે.
પોલિસ કમિશનરે જાહેરનામામાં જણાવ્યુ છે કે અમદાવાદમાં યુવાનોને ગેમની અસરથી દૂર રાખવા માટે PUBG અને MOMO ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ પહેલા મહિસાગર જિલ્લાના કલેક્ટર અને નવસારી જિલ્લાના કલેક્ટરે પણ પરિપત્ર બહાર પાડીને આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો.
અગાઉ રાજકોટ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને PUBG પર પ્રતિબંધ મૂક્યો હતો. આ જાહેરનામાના થોડા દિવસ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો હતો કે યુનિવર્સિટી કેમ્પસમાં આ ગેમ રમનાર પર કાર્યવાહી કરવમા આવશે. યુવાનોમાં આ ગેમનું વધતું જતું ચલણ એટલી હદે લોકપ્રિય થયું હતું કે કોલેજ કેમ્પસથી લઈને જાહેર કાર્યક્રમમોમાં PUBGની સ્પર્ધાઓ યોજાવા લાગી હતી.