અમદાવાદઃ  ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પત્નીનો વિડિઓ સામે આવ્યો છે. રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાહુલ ગાંધીને રજુઆત કરતો વિડિઓ તેમજ પત્ર સામે આવ્યો છે. ભરતસિંહ સોલંકી પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. કોંગ્રેસ પરિવારની વહુ દુઃખી છે. ભરતસિંહ ઘરમાં કોઈ છોકરીને લઈને ન આવે તેવી પત્રમાં રજુઆત કરી છે. 


ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે રાહુલ ગાંધીને વિડિઓ અને પત્ર મોકલ્યો છે. રાહુલ ગાંધી પાસે ન્યાયની માંગ કરતો વિડિઓ અને પત્ર છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પત્નીએ ચીમકી ઉચ્ચારી છે. રાહુલ ગાંધીને સંબોધીને વાયરલ કરેલા વીડિયોમાં ઉચ્ચારી ચીમકી. મને ન્યાય નહિ મળે તો હું કોંગ્રેસ કાર્યાલય બહાર ધારણા કરીશ. ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે રાહુલ ગાંધીને પત્ર લખ્યો. ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી આવતા હોવાથી ન્યાય અપાવવા કરી માગણી.


રેશ્મા પટેલે કહ્યું કે, કોંગ્રેસ મહિલા સશક્તીકરણની વાત કરે છે. કોંગ્રેસના મોટા નેતાની પત્નીને જ અન્યાય થયો છે. ભરતસિંહએ મારી હાલત સાવ ખરાબ કરી નાખી છે. હું USAમા લોકોના ઘરના કામ કરીને ગુજરાન ચલાવું છું. ભરતસિંહ USAમા 20 દિવસ રોકાયા પરંતુ મને ન મળ્યા. કોંગ્રેસના મોટા નેતાની પત્ની દુઃખી છે, આપ ન્યાય આપવો. ભરતસિંહે મને પહેરેલા કપડે કાઢી મૂકી છે.


અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનમાં પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામાં બાદ કોંગ્રેસના બે સિનિયર કાઉન્સિલર પણ હરોળમાં છે. વિપક્ષ નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની વરણી થતા બંને મહિલા કાઉન્સિલરોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. દિનેશ શર્માની સાથે બંને મહિલા કાઉન્સિલર નજીકના દિવસોમાં રાજીનામુ આપશે.


બે દિવસ અગાઉ ભાજપના સિનિયર નેતાની મુલાકાત બાદ નિર્ણય કર્યો હતો. કોંગ્રેસની શિસ્તભાંગ સમિતિએ બંને મહિલા કાઉન્સિલરને નોટિસ પણ ફટકારી છે.


ગુજરાત(Gujarat)માં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી પક્ષપલટાની મોસમ શરુ થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપ(BJP)માં જવાની  ચર્ચામાં રહેલા કૉંગ્રેસ(Congress)ના નેતા જયરાજ સિંહ(Jayrajsinh) આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે.  કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાની હાજરીમાં તેઓએ કેસરિયા કર્યા છે.


ગાંધીનગર(Gandhinagar)ના કમલમ પહોંચતા પહેલા જયરાજસિંહે શક્તિપ્રદર્શન કર્યુ હતુ. ભાઈજીપુરા સર્કલથી કમલમ સુધી જયરાજસિંહ પરમારે સમર્થકો સાથે રેલી કાઢી હતી. ત્યાર બાદ પોતાના સમર્થકો સાથે તેઓ ભાજપમાં સામેલ થયા હતા.


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જયરાજસિંહનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈનો ભરતીમેળો કરતા નથી. સરકારની યોજના લોકો સુધી પહોંચાડે તે તમામનું સ્વાગત છે. ભાજપ પ્રમુખ પાટીલ મોડા પડ્યા હોવાથી ભાજપના ઋષિકેશ પટેલ, ઝડફિયા અને રજની પટેલે કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. ગોરધન ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાચેલા છે. પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ. 



 


કમલમ ખાતે જયરાજસિંહ પરમારે વિધિવત કેસરિયા કર્યા બાદ ભાજપના નેતાઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પહેલા રાજાનો દિકરો રાજા થતો હતો. આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી. લોહીનું એક પણ ટીપું પડ્યા વિના આખી સરકાર બદલાઈ જાય છે, એનું નામ લોકશાહી છે. તેમણે જણાવ્યું કે, મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું. જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું.   જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, આ મંચ રાષ્ટ્રવાદી છે. હું કોઈ અપેક્ષા સાથે નથી આવ્યો  જે ખૂટે છે તે પૂરવા માટે આવ્યો છું. રાજનીતિએ સેવાનો વિષય હોવાની વાત કરતા જયરાજસિંહે શાયરાના અંદાજમાં કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો.