પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  ગઈકાલે અમદાવાદની સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ હતું. સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂ. 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી, રૂ. 127 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ. 14 કરોડના ખર્ચે તૈયાર થયેલા નેચર પાર્કનો સમાવેસ થાય છે.


રૂ. 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એક્વેટિક ગેલેરી, જ્યાં અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ ભારતનું સૌથી મોટું એક્વેરિયમ હશે અને મુલાકાતીઓને સમુદ્રી દુનિયાના યાદગાર અનુભવ માટે તે તૈયાર કરવામાં આવ્યું છે. આ એક્વેરિયમમાં શાર્ક સહિત ઘણાં પ્રકારની જળચર પ્રજાતિઓ માટે અલગ અલગ 68 ટેન્ક છે.


સાયન્સ સિટી પરિસરમાં રૂ. 127 કરોડના ખર્ચે 11000 સ્કેવર મીટર વિસ્તારમાં નિર્મિત અત્યાધુનિક રોબોટિક ગેલેરીમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિ છે. તેમજ આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલ હ્યુમનોઇડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યકત કરતાં મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને તેની ઉપયોગિતાનું પ્રદર્શન છે, જેમ કે મેડિસિન, એગ્રિકલ્ચર, સ્પેસ, ડિફેન્સ અને રોજિંદા જીવનમાં ઉપયોગી રોબોટ્સ. રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલી ભોજન રોબો વેઇટર્સ દ્વારા પીરસવામાં આવશે.  આ રોબોટિક્સ ગેલેરીમાં નોકરીની તક છે. જે માટે આજે વર્તમાન પત્રમાં જાહેરખબર આપવામાં આવી છે.



  • પોઝિશનઃ નોને ટેક્નિકલ ઓપરેશનંસ સ્ટાફ (મહિલા), અનુભવઃ 0 થી 1 વર્ષ

  • લાયકાતઃ ગ્રેજ્યુએટ, સારી કમ્યુનિકેશન સ્કીલ, હોસ્પિટાલિટી અને પબ્લિક રિલેશનના અનુભવીને અગ્રતા.

  • પોઝિશનઃ ટેક સપોર્ટ એક્ઝિક્યુટિલ, અનુભવઃ 0 થી 1 વર્ષ

  • લાયકાતઃ B.E/B.Tech/Diploma/BCA/BSc.IT/CA

  • પોઝિશનઃ સોફ્ટવેર એન્જિનિયર, અનુભવઃ 0 થી 5 વર્ષ

  • લાયકાતઃ B.E/B.Tech Computer/ IT

  • પોઝિશનઃ Embedded Engineer, અનુભવઃ 0 થી 5 વર્ષ

  • લાયકાતઃ B.E/B.Tech Electrical/EC/Electronics

  • 19 થી 21 જુલાઈ સુધી સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી ઉમેદવારો રોબેટિક્સ ગેલેરી, ગુજરાત સાયન્સ સિટી, સોલા, અમદાવાદ ખાતે રૂબરુમાં ઉપસ્થિત રહી શકે છે. આ ઉપરાંત તેમનો રિઝ્યૂમ hr.ispiredaft@gmail.com  પર મોકલી શકે છે. વધુ માહિતી માટે +91 8200117849 પર ફોન કરી શકે છે. ઉપરાંત https://esiservices.com/robotics.php પર વધુ માહિતી માટે મુલાકાત લઈ શકે છે.