Ahmedabad News:અમદાવાદમાં સાબરમતીના રૌદ્ર સ્વરૂપને લઈ પ્રશાસન એલર્ટ મોડ પર છે. 19 જિલ્લાના 133 ગામ એલર્ટ કરવામાં આવ્યા છે. મામલતદાર, તલાટીઓને પણ સ્ટેંડબાય રહેવા માટેની સૂચના અપાઇ છે. સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેને લઈને તૈયારીઓ કરાઇ છે. એલિસબ્રિજ, શાહપુર, પાલડી વિસ્તારને એલર્ટ કરાયા છે. નવા વાડજ, જુના વાડજ, રખિયાલ વિસ્તારને પણ એલર્ટ કરાયા છે. કોચરબ આશ્રમ, સુભાષ બ્રિજ,પીરાણા, પીપળજ, રાયખડ, દુધેશ્વર, ગોપાલપુર, ઉપરાંત ધંધુકા તાલુકા 18 ગામ, દસક્રોઈ તાલુકાના 18 ગામો,બાવળા તાલુકાના 9 ગામને,સાણંદ તાલુકાના 14, ધોળકાના 74 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે.
અમદાવાદ સુભાષ બ્રિજ ખાતેથી જાહેર કરાયેલ વ્હાઈટ સિગ્નલ એલર્ટ યથાવત છે. ધરોઈમાંથી પાણી છોડાયેલું પાણી વાયા સંત સરોવર પહોંચી રહ્યું છે. અમદાવાદ ધરોઈ ડેમમાં હાલ 82 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. ધરોઈ ડેમમાંથી 51 હજાર 848 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. સાબરમતી સ્થિત સંત સરોવરથી 94,235 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી સુભાષબ્રિજ પહોંચી રહ્યું છે.
ડેમમાંથી છોડાયેલ પાણી, હાલનું જળસ્તરને લઈ વ્હાઈટ સિગ્નલ એલર્ટ યથાવત છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલી 94056 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. વાસણાથી સાબરમતીમાં પાણી છોડાતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાસણા બેરેજની હાલની સપાટી 131 ફૂટ છે. ધંધુકા અને દસક્રોઈના 18 ગામને એલર્ટ કરવામાં આવ્યાં છે. બાવળાના 9 અને સાણંદના 14 ગામો અને ધોળકાના 74થી વધુ ગામોને એલર્ટ પર મુકાયા છે.
છેલ્લા 4-5 દિવસમાં રાજસ્થાન સહિતના સાબરમતી નદીના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીના આવરામાં જબરજસ્ત વધારો થયો છે..કેમ કે આ પાણી વાયા સંત સરોવર થઈ અમદાવાદ પહોંચતું હોય છે...આ સંજોગોમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે નદીના જળસ્તરને ધ્યાનમાં લઈ સુભાષબ્રિજ ખાતેથી ઈસ્યૂ કરાયેલ વ્હાઈટ એલર્ટ સિગ્નલ યથાવત રખાયું છે.....અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી છેલ્લા 3 દિવસથી બે કાંઠે છે...રિવરફ્રંટનો વોક વે આજે પણ બંધ રાખવો પડ્યો છે...સવારે છ વાગ્યેની સ્થિતિ પ્રમાણે ધરોઈ ડેમ 82.62 ટકા ભરાઈ ચુક્યો છે..ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીના નીચણવાળા વિસ્તારમાં 51 હજાર 848 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે...છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીનો જથ્થો અમદાવાદ સુધી પહોંચી ચુક્યો છે...ધરોઈ બાદ સાબરમતી નદી સ્થિત સંત સરોવર ખાતેથી હાલમાં 96 હજાર 234 ક્યૂસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.કેમ કે નદીમાં સતત પાણીનો આવરો વધી રહ્યો છે..ત્યારે અમદાવાદના વાસણા બેરેજની જળ સપાટી 131 ફૂટે પહોંચી છે...બેરેજના 27 દરવાજા 6 ફૂટ સુધી ખોલી 94 હજાર 56 ક્યૂસેક પાણીનો જથ્થો નદીના પટમાં છોડવામાં આવી રહ્યો છે.જેમાં ક્રમશઃ વધારો થવાની આશંકાને પગલે સંબંધિત જવાબદાર અધિકારીઓને સતર્ક રહેવાની અને પૂરની સંભવિત ગામોને જાણ કરવા તેમજ સલામતીના પગલા લેવાની સૂચના અપાઈ છે...