બોટાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર (Saurashtra)ના બે ગામોએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉન (Lockdown) લંબાવવાનો નિર્ણય લીધો છે. બોટાદ (Botad)માં ઢસા ગામમાં વધુ 8 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગઢડાની ઢસા  ગ્રામ પંચાયત દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. ઢસા ગામના તમામ વેપારીને સાથે રાખીને નિર્ણય લેવાયો છે. 3-05-2021થી 10-05-2021 સુધી તમામ વ્યાપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માત્ર દૂધ ની ડેરીઓ સવારના 5 થી 8 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી શરૂ રખાશે. શાકભાજીવાળાને માત્ર ફેરી કરવાની રહેશે. જો કોઇ પણ વ્યક્તિ વ્યાપર ધંધા શરૂ રાખશે તો ગ્રામ પંચાયત દ્વારા દંડ આપવામાં આવશે. સતત વધતા સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 


અમરેલી(Amreli)માં વડિયાનું દેવગામ હવે આગામી 15 મે સુધી સ્વૈચ્છીક બંધ પાળશે. કોરોનાના વધતા સંક્રમણને પગલે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લઈને સ્વૈચ્છિક બંધને લંબાવવામાં આવ્યું છે. વેપારીઓ સવારના 7 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા ગામ લોકોને પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સુરત,અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકોને ગ્રામ પંચાયતને જાણ કરવા કરી 15 દિવસ સુધી હોમકોરેન્ટીન રહેવા પંચાયત દ્વારા સૂચનાઓ અપાઈ છે. 


સાસણ ગીર સફારી પાર્ક અને દેવળીયા પાર્ક આજથી બંધ રહેશે. કોરોના મહામારીને લઇ વન વિભાગ દ્વારા આજથી અનિશ્ચિત કાળ માટે બંધ કરાયું છે. 

રાજ્યમાં શનિવારે 18 વર્ષથી 44 વર્ષ સુધીના વ્યક્તિના રસીકરણનો શુભારંભ થયો હતો  અને 55,235 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું હતું. વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,11,863 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 24,92,496 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,23,04,359 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા ?


 


અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547,  મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390,   જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196,  પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136,  મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63,  પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41,  બોટાદ 24 અને ડાંગ  22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા હતા.