અમદાવાદઃ ઈલાબેન ભટ્ટનું નિધન થયું છે. આવતી કાલે સવારે અંતિમયાત્રા યોજાશે. ઇલાબેન ભટ્ટ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતા. ૧૯૮૫માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એનાયત કર્યો અને ૧૯૮૬માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.  ૧૯૭૭માં સમુદાય નેતૃત્વ માટે તેમને રેમોન મેગ્સેસે પુરસ્કાર મળ્યો અને ૧૯૮૪માં રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ મળ્યો.


ઇલાબહેન ભટ્ટનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સુમંતરાય ભટ્ટ તથા માતાનું નામ માતા વનલીલા વ્યાસ હતુ. પિતા સુમંતરાય ભટ્ટ એક સફળ વકીલ હતા.અને તેમની માતા વનલીલા વ્યાસ સ્ત્રીઓની ચળવળમાં સક્રિય હતા.  તેમની કુલ ત્રણ પુત્રીઓમાં ઇલાબહેન ભટ્ટ બીજા ક્રમે હતાં.


ઈલાબેન ( SEWA) સેવા સંસ્થાના સ્થાપક હતા. ગાંધીવાદી અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ચાન્સેલર ઇલાબેન ભટ્ટનું નિધન થયું ચે. 12.20 કલાકે ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ. છેલ્લા આઠ દિવસથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અંતિમવિધિ માટે પાર્થિવ દેહ ને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો. નાદુરસ્ત તબિયતના કારણે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યું હતું.


Morbi Bridge Collapse : મોરબીની ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શ્રદ્ધાંજલિ


Morbi Bridge Collapse : મોરબી હોનારત સ્થળ પર સાંસદ મોહન કુંડારિયા, અધિક કલેકટર એન કે મૂછાર, પ્રાંત અધિકારી દેવેન્દ્ર સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ પહોંચ્યા છે. રેસ્ક્યુ કામગીરી કરનાર તમામ ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. કઈ રીતે કામગીરી ચાલી રહી છે અને કઈ રીત ની જરૂર છે તે માહિતી મેળવશે.


મોરબીની ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી આજે રાજ્યવ્યાપી શોક પાળવામાં આવ્યો અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદ ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 


મચ્છુ નદીમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલું, પંજાબનો એક વ્યક્તિ લાપતા


Morbi Bridge Collapse: મોરબી હોનારત માં રેસ્ક્યુ કામગીરી હજુ ચાલુ છે. સેના, એનડીઆરએફ અને ફાયર વિભાગ કામગીરી ચલાવી રહ્યું છે. હજુ પણ એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી સામે આવી છે. પંજાબનો એક વ્યક્તિ લાપતા હોવાની માહિતી મળી. મોબી જીલ્લા કલેકટર સાથે વાત ચિત દરમિયાન માહિતી મળી. અત્યાર સુધીમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હોય અને ૨૨ લોકો હાલ સારવારમાં હોવાનું જણાવ્યું.