Cyclone Biparjoy 2023: પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાં ચક્રવાત 'બિપરજોય' ને ધ્યાનમાં રાખીને ચક્રવાતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો ને રદ્દ, આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા પોતાના અધિકારક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોનાં ટ્રેન મુસાફરો માટે વિવિધ સંરક્ષા અને સુરક્ષાની સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. વર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે.


પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર હવે 7 ટ્રેનોને રદ્દ, 3 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટની અને 4 ટ્રેનોને શોર્ટ ઓરજીનેટ કરવામાં આવશે. આ સાથે, ચક્રવાત 'બિપરજોય ને ધ્યાનમાં રાખીને મુસાફરો અને ટ્રેન કામગીરીમાં સુરક્ષાના સંબંધમાં સાવચેતીના પગલા તરીકે 76 ટ્રેનો રદ્દ, 36 ટ્રેનો ને શોર્ટ ટર્મિનેટ માટે જ્યારે 31 ટ્રેનો ને શોર્ટ ઓરીજીનેટ કરવામાં આવશે.


રદ થનારી ટ્રેનો:


1.   15મી જૂન, 2023 ની ટ્રેન નંબર 20938 દિલ્હી સરાય રોહિલ્લા - પોરબંદર એક્સપ્રેસ


2.   16મી જૂન, 2023 ની ટ્રેન નંબર 19120 સોમનાથ - અમદાવાદ ઇન્ટરસિટી


3.   16મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09222 વેરાવળ-રાજકોટ સ્પેશ્યલ


4.   16મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09516 પોરબંદર - કાનાલુસ સ્પેશ્યલ


5.   16મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09596 પોરબંદર - રાજકોટ સ્પેશ્યલ


6.   16મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09461 ગાંધીધામ - અમૃતસર સ્પેશ્યલ


7.   17મી જૂન, 2023 ની ટ્રેન નંબર 09462 અમૃતસર - ગાંધીધામ સ્પેશ્યલ


શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો:


1.   15 મી જૂન, 2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 19015 દાદર -પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સુરેન્દ્રનગર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.


2.   13 મી જૂન, 2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 16336 નાગરકોઈલ - ગાંધીધામ એક્સપ્રેસ અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.


3.   15 મી જૂન, 2023 ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર 11464 જબલપુર - વેરાવળ એક્સપ્રેસ રાજકોટ ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.


શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો:


1.   16મી જૂન, 2023ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 16335 ગાંધીધામ - નાગરકોઇલ એક્સપ્રેસ ગાંધીધામ ની બદલે અમદાવાદ થી ઉપડશે.


2.   16મી જૂન, 2023ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 11463 વેરાવળ-જબલપુર એક્સપ્રેસ વેરાવળ ની બદલે રાજકોટથી ઉપડશે.


3.   2. 15મી જૂન, 2023ના રોજ ઉપડનારી ટ્રેન નં. 19016 પોરબંદર - દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પોરબંદર ના બદલે સુરેન્દ્રનગરથી ઉપડશે.


4.   3. 15મી જૂન, 2023ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા - ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખા ના બદલે હાપા થી ઉપડશે.