અમદાવાદ: આજકાલ શહેરમાં હત્યાના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે આજે શાહીબાગમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. ઘટના વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે 8 મહિના પહેલા એક દંપતીના લગ્ન થયા હતા. શરૂઆતમાં તો બન્ને વચ્ચે સારો મેળાપ રહ્યો હતો. પરંતુ 8 મહિના પછી બન્ને વચ્ચે એકબીજાને પસંદ ના હોવાના કારણે અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા.
બાદમાં પતિએ પત્નીના ચંગુલમાંથી છૂટવા માટે તેને ધાબા પરથી નીચે ફેંકીને હત્યા કરી હતી. પત્નીની હત્યા થતાં તેના પરિવારજનોએ પતિ વિરુદ્ધ હત્યાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે.