Ahmedabad News: વિદેશની ધરતી પર અમદાવાદના નરોડા નો યુવક 11મી ઓગસ્ટ ના રોજ ગુમ થયો હતો. બરાબર દસ દિવસ બાદ ગુમ થયેલ કુશ પટેલની લાશ લંડન બ્રિજ પાસેથી મળી હતી, પરંતુ લાશ ઓળખાય તેમ નહોતી જેથી વેંબલી પોલીસે બાયોમેટ્રિક અને ડીએનએ ટેસ્ટ બાદ મૃતદેહ કુશ પટેલનો હોવાની પુષ્ટિ કરી હતી.

9 મહિના પહેલા સ્ટુડન્ડ વિઝા પર ગયો હતો લંડન


નવ મહિના પહેલા મૂળ વહેલાલ નો અને નરોડા રહેતો કુશ પટેલ સ્ટુડન્ટ વિઝા પર બિઝનેસ મેનેજમેન્ટ કોર્સ નો અભ્યાસ માટે લંડન ગયો હતો. તે નિયમિત રીતે કુશ પરિવાર અને મિત્રો સાથે વાત કરતો હતો અને પરિવારને આર્થિક મદદ પણ કરતો હતો. આ દરમિયાન 10 ઓગસ્ટના રોજ પણ મિત્રો સાથે ગુસ્સા સાથે વાત કરી હતી. 11મી બાદ તેનો ફોન પર સંપર્ક થઈ શક્યો નહોતો. એક દિવસ પરિવારે રાહ જોઈ પરંતુ ખુશ સાથે સંપર્ક ન થઈ શક્યો, જેથી પરિવાર અને મિત્રો ત્યાં રહેતા કુશ ના મિત્રોને જાણ કરી હતી અને કુશ ના લંડન મિત્રોએ તેના ઘરે ગયા હતા પરંતુ તે ત્યાં મળ્યો ન હતો. ત્યારબાદ વધુ એક દિવસ રાહ જોઈ હતી અને કુશ જુદી જુદી જગ્યાએ શોધખોળ કરી હતી પરંતુ કોઈ જ ભાળ મળી ન હતી. જેથી કુશ ના મિત્રોએ વેમ્બલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ હરકતમાં આવી અને લોકેશન તથા સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેમાં છેલ્લું લોકેશન અને સીસીટીવી ફૂટેજ લંડન બ્રિજ પાસેના મળ્યા હતા.




પોલીસે ઘણી તપાસ કરી પરંતુ કોઈ જ ભાર મળી ન હતી આ દરમિયાન 19મી એ મોડી રાત્રે લંડન બ્રીજના છેડેથી એક લાશ મળી હતી જેમાં કુશે પહેરેલા કપડાં મળી આવ્યા હતા પરંતુ ચહેરો અને શરીરનો ભાગ સડી ગયો હતો જેના કારણે કુશ છે કે નહીં તે મામલે કોઈ જ જાણ થઈ ન હતી. આથી પોલીસે ડીએનએ અને બાયોમેટ્રિક મેળવ્યા બાદ અને બીજા દિવસે લાશ કુશની હોવાનું જણાવ્યું હતું જેના કારણે હાજર મિત્રો તથા પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી હતી. કુશના દાદીના પેન્શન પર આખું ઘર ચાલે છે ત્યારે કુશ માતાનું કહેવું છે કે તેની સાથે શું થયું એ અમને કંઈ જ જાણ નથી..


દિવ્યાંગ માતા-પિતાએ ગુમાવ્યો સહારો


કુશ ના માતા પિતા દિવ્યાંગ છે. આખા પરિવારનું ગુજરાત તેના દાદીના પેન્શન ઉપર જ થતું હતું.  કોલેજના પહેલા સેમેસ્ટરમાં કુશની હાજરી ખૂટતી હોવાને કારણે તેને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. કોલેજમાંથી તેની ઓછી હાજરીની નોટિસ મળી હોવાથી તેના કારણે વિઝા પણ રદ થયા તેવી શક્યતાઓ હતી ત્યારબાદ લંડનમાં વર્ક પરમિટ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. જો એમ શક્ય ન બને તો 20 ઓગસ્ટના દિવસે ભારત પરત આવી જવાની ટિકિટ પણ ખરીદી લીધી હતી આખરે કુશ સાથે શું થયું તે હજુ સુધી પરિવારને જાણ નથી.