Ahmedabad News: અદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસપી રિંગ પર હવે સિક્સ લેન હાઇવે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્લાન તૈયાર કરવા માટે સાત દિવસની અંદર આરએફપી બહાર પાડવામાં આવશે.  કન્સલ્ટન્ટ પાસેથી 76 કિલોમીટરના રોડ પર ટ્રાફિકનું ભારણ અને રોડ ડિઝાઈનિંગ કેવી રીતે કરવું તેની કામગીરી કરવામાં આવશે.                  


આ સાથે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હોવાના કારણે અહીં સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.20 વર્ષ સુધી ચાલે તે પ્રકારે આયોજન કરાશે....6 નેશનલ હાઈવે અને 11 સ્ટેટ હાઈવેને કનેક્ટ કરતાં સરદાર પટેલ રિંગ રોડ હાલ ફોર લેનનો છે...જેમાં પ્રત્યેક લેન 8.5 મીટરની છે...આ વધારીને 12.5 મીટર કરી રિંગ રોડને સિક્સ લેન કરાશે....ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને કનેક્ટ કરતો આ એક જ મુખ્ય રોડ છે...અને અહીંથી પ્રતિ દિવસ અંદાજે 30 લાખ વાહનો અવરજવર કરે છે...ત્યારે સિક્સ લેન કરવાના નિર્ણય લાખો વાહન ચાલકોને ફાયદો થશે..                                                                                                                                                                 


આ પણ વાંચો              


Ex Navy Officer Death Sentence: 8 ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોને કતારમાં નહીં થાય મૃત્યુદંડની સજા, જાણો શું આવ્યો ચૂકાદો


Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન      


પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને જલ્દી અમને સોંપો - ભારત સરકારની પાકિસ્તાન પાસે માંગ


UPI Update: સ્કેન કર્યા વિના પણ UPI દ્વારા થશે પેમેન્ટ, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર, જાણો કોને મળશે સુવિધા અને કેવી રીતે કામ કરશે?