Ahmedabad : અમદાવાદ શહેરમાં 18 સપ્ટેમ્બરથી સ્પોર્ટ્સ કોનકલેવ શરૂ થશે. રાજ્યના યુવાનોને રમતગમત ક્ષેત્રમાં રુચિ વધે અને પ્રોત્સાહન મળે તે માટે રાજ્યકક્ષાનો સ્પોર્ટ્સ કોનકલેવ અમદાવાદ શહેરમાં યોજાશે. 18 સપ્ટેમ્બરથી શરૂ થનારા સ્પોર્ટ્સ કોનકલેવની તૈયારીઓ AMC દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.આ કોનકલેવ આગામી 29 સપ્ટેમ્બર સુધી એટલે કે 11 દિવસ સુધી ચાલશે.


અમદાવાદ શહેરના રમતવીરો માટે 18 થી 29 સપ્ટેમ્બર સુધી આ કોનકલેવ ચાલુ રહેશે, જેમાં શાળાઓ અને રિવરફ્રન્ટ ઉપર અલગ અલગ રમત યોજાનાર છે.અલગ અલગ કુલ 16 જેટલી રમતો માટે હાલના સ્તરે આયોજન કરવામાં આવી રહ્યું છે.


આ ઉપરાંત 29 સપ્ટેમ્બરના રોજ નેશનલ સ્તરના ખેલાડીઓ અમદાવાદ ખાતે આવશે.આ નેશનલ ગેમ્સ 2 ઓક્ટોબર સુધી ચાલશે.મહત્વનું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ખેલકુંભ માટેની નવી પોલિસી પણ જાહેર કરવામાં આવી હતી.


રોહિત શર્મા અને કેએલ રાહુલ વિશે પાક. પત્રકારના સવાલ પર હસી પડ્યો સુર્યકુમાર
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022ની પોતાની બીજી મેચમાં હોંગકોંગને હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતીય ટીમ સુપર 4માં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે કેએલ રાહુલ અને વિરાટ કોહલી જેવા બેટ્સમેનને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ 13મી ઓવરમાં બેટિંગ કરવા આવેલ સુર્યકુમાર યાદવે મેચ પલટી દીધી હતી. આ મિડલ ઓર્ડર બેટ્સમેને 26 બોલમાં અણનમ 68 રનની આક્રમક ઈનિંગ કરી હતી. સુર્યકુમારે આ ઈનિંગમાં 6 ચોક્કા અને 6 સિક્સર ફટકારી હતી.


હવે સુર્યકુમાર યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની પત્રકારે ભારતીય બેટ્સમેન સુર્યકુમારને પ્રશ્ન કર્યો હતો કે, "તમારા કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તે આ ટૂર્નામેન્ટમમાં નવા-નવા પ્રયોગ કરતો રહેશે, તો શું આ પ્રયોગ મુજબ કોઈ મેચમાં તમે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતરશો?"


પાકિસ્તાની પત્રકારના આ પ્રશ્નના જવાબમાં સુર્યકુમાર યાદવે કહ્યું કે, તો તમે કહી રહ્યા છો કે, કેએલ રાહુલ ભાઈને ના રમાડવા જોઈએ? આ જવાબ આપીને સુર્યકુમાર હસી પડ્યો હતો. પછી આગળ વાત કરતાં તેણે કહ્યું કે, કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ રિકવર થઈ રહ્યો છે. તેમને ફોર્મમાં આવતાં સમય લાગશે. જ્યાં સુધી મારો પ્રશ્ન છે તો, મેં પહેલેથી જ કહ્યું છે કે, હું કોઈ પણ નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છું. મેં મારા કેપ્ટન અને કોચને કહી રાખ્યું છે કે, મને કોઈ પણ નંબર પર બેટિંગ કરાવો, બસ મને રમવાનો મોકો આપો.