અમદાવાદ: માધુપુરા વિસ્તારમાં ચાલતાં દેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. સીટી સેન્ટર મોલ પાસે આવેલા કોલાબાગના છાપરામાં દેશી દારૂનું સ્ટેન્ડ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ દેશી દારૂનું સ્ટેન્ડ બુટલેગર હંસાબેન સહારે નામની મહિલા ચલાવતી હતી. દરોડા બાદ 6 આરોપીઓની સ્ટેટ મોનીટરીંગ સેલે ધરપકડ કરી છે. તો બીજી તરફ મહિલા બુટલેટર ફરાર થઈ જતા માધુપુરા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
સૌરાષ્ટ્ર - કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજુ કરી કામો કરાવે છે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેરની 5 બેઠક પર ભાજપને જીત મળતાં ચૂંટાયેલા પાંચેય ધારાસભ્યોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 76 વર્ષીય ધારાસભ્ય યોગેશ પટેલે પાંચેય ધારાસભ્ય ને એકજુટ થવા કરી અપીલ કરી હતી. તેમણે કામ કઢાવવા માટે ખુલીને બોલવાની સાથી ધારાસભ્યોને સલાહ આપી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કાઠીયાવાડના ધારસભ્યોની જેમ એકજૂટ થઈ પ્રજાના કાર્યો માટે રજૂઆત કરવા કરી અપીલ કરી હતી. આપણે ટીકીટ કપાઈ જશે એમ વિચારીએ છીએ પણ આપણે એકજુટ થવું પડશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરાના એકપણ ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ નથી કરવામાં આવ્યો.
ઝારખંડમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પતિએ પત્નીની ટુકડા કરીને ફેંકી દીધા
ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધાની હત્યા જેવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની બીજી પત્નીની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા. કેસની વધુ વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધ ચાલી રહી છે. આરોપી પતિ દિલદાર અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, મૃતક તેની બીજી પત્ની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે (17 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યે સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં એક જૂના મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યો હતો. આરોપી મહિલાને લગ્નના બહાને લઈ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
પીડિતાની ઓળખ રૂબિકા પહાદીન તરીકે કરવામાં આવી હતી, જેની કથિત રીતે તેના પતિ દિલદાર અન્સારીએ હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે રૂબિકા દિલદારની બીજી પત્ની હતી અને બંને છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન પોલીસે રૂબિકાનો વિકૃત મૃતદેહ મેળવ્યો.
શરીરના ટુકડા કર્યા
પોલીસને શંકા છે કે આરોપીઓએ મહિલાના શરીરના અનેક ટુકડા કરવા માટે ઇલેક્ટ્રિક કટર જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ કર્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ભાજપે રાજ્ય સરકારને ઘેરી હતી
આ ઘટનાથી રાજકીય પક્ષો વચ્ચે શાબ્દીક યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. ભાજપે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહદેવે જણાવ્યું હતું કે, "હેમંત સરકારના કાર્યકાળમાં દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. લઘુમતી સમુદાયના કેટલાક લુચ્ચા લોકો સતત દીકરીઓને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ પગલાં લઈ રહી નથી.