અમદાવાદ:  અમદાવાદમાં ગુજરાત કૉલેજ પાસે એક હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. અહીં 2 યુવતી સહિત કુલ 20 લોકો હુક્કાની મજા માણતા ઝડપાયા છે. અહીથી હૂક્કાના સેમ્પલ કબજે કરાયા છે. અહીં કોણ-કોણ આવતું હતું તે જાણવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હુક્કાબારના CCTV કબજે કર્યા છે.  હર્બલ ફ્લેવરમાં નિકોટીનયુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબાર ચલાવાતું હતું. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડ્યા હતા. 


બે મહિલા સહિત કુલ 20 લોકો હુક્કો પીવા આવ્યાં હતાં. વિજિલન્સની ટીમે અહીં અલગ અલગ ફ્લેવર અને હુક્કાઓ સાથેનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થાનિક પોલીસની જાણ બહાર વિજિલન્સે દરોડા પાડ્યા હતા.


ગુજરાતમાં જૂની પેન્શન યોજનાના અમલ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ શું કર્યું મોટું એલાન? 


ગુજરાતમાં સરકારી કર્મચારીઓના આંદોલન મુદ્દે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારને સરકારી કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકાર નિરાકરણ નહીં લાવે તો કેજરીવાલ કર્મચારીઓ માટે જાહેરાત કરશે તેવું એલાન કર્યું છે. 


ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનો જન્મદિન, ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓ માંગણીને આંદોલન કરી રહ્યા છે. 27 વર્ષથી સત્તાના નશામાં બેફામ ભાજપ. ભાજપના નેતાઓ જે વિકાસના દાવા કરે છે , તો તેંમના આદેશનો અમલ આ કર્મચારીઓએ કરાવ્યો છે.


જે કર્મચારીની મહેનતથી ભાજપની સરકાર 27 વર્ષથી ચાલી તેને મળવાનો સમય રાજ્યના ગૃહપ્રધાન પાસે નથી. જૂની પેંશન યોજના કર્મચારીઓનો હક્ક. ભાજપ અંગ્રેજોની માનસિકતા ધરાવે છે. તેણે કર્મચારીઓમાં ફૂટ પડાવી. આવા સમયે મુખ્યપ્રધાને જાતે આશ્વાસન આપવું જોઈએ. કર્મચારીના ફૂટેલા લોકોને બેસાડી, પોતાનું ભાષણ કરાવ્યું. જૂની પેંશન સ્કીમનો આંશિક સ્વીકાર એટલે શું ? આ હવા હવાઈ વાત.


વડાપ્રધાનના જન્મદિને ભાજપે કર્મચારીઓને પ્લાસ્ટિકની લોલીપોપ આપી. ઓલ્ડ પેંશન સ્કીમના સમર્થનમાં આમ આદમી પાર્ટી. આગામી 15 દિવસમાં રાજ્ય સરકાર તેનું નિરાકરણ લાવે. જો એમ નહીં થાય તો અરવિંદ કેજરીવાલ 15 માં દિવસે રાજ્યના કર્મચારાઈઓ માટે મોટી જાહેરાત કરશે. અમે સરકારને 15 દિવસનો સમય એટલા માટે આપ્યો છે, જેથી સરકાર અમારી જાહેરાત બાદ એમ ન કહે કે આતો અમે કરવાના જ હતા.