અમદાવાદઃ ગુજરાતમાં સરકારી કર્મચારીઓના આંદોલન મુદ્દે હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે. ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારને સરકારી કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો સરકાર નિરાકરણ નહીં લાવે તો કેજરીવાલ કર્મચારીઓ માટે જાહેરાત કરશે તેવું એલાન કર્યું છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનો જન્મદિન, ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વધી રહ્યો છે. સરકારી કર્મચારીઓ માંગણીને આંદોલન કરી રહ્યા છે. 27 વર્ષથી સત્તાના નશામાં બેફામ ભાજપ. ભાજપના નેતાઓ જે વિકાસના દાવા કરે છે , તો તેંમના આદેશનો અમલ આ કર્મચારીઓએ કરાવ્યો છે.
જે કર્મચારીની મહેનતથી ભાજપની સરકાર 27 વર્ષથી ચાલી તેને મળવાનો સમય રાજ્યના ગૃહપ્રધાન પાસે નથી. જૂની પેંશન યોજના કર્મચારીઓનો હક્ક. ભાજપ અંગ્રેજોની માનસિકતા ધરાવે છે. તેણે કર્મચારીઓમાં ફૂટ પડાવી. આવા સમયે મુખ્યપ્રધાને જાતે આશ્વાસન આપવું જોઈએ. કર્મચારીના ફૂટેલા લોકોને બેસાડી, પોતાનું ભાષણ કરાવ્યું. જૂની પેંશન સ્કીમનો આંશિક સ્વીકાર એટલે શું ? આ હવા હવાઈ વાત.
વડાપ્રધાનના જન્મદિને ભાજપે કર્મચારીઓને પ્લાસ્ટિકની લોલીપોપ આપી. ઓલ્ડ પેંશન સ્કીમના સમર્થનમાં આમ આદમી પાર્ટી. આગામી 15 દિવસમાં રાજ્ય સરકાર તેનું નિરાકરણ લાવે. જો એમ નહીં થાય તો અરવિંદ કેજરીવાલ 15 માં દિવસે રાજ્યના કર્મચારાઈઓ માટે મોટી જાહેરાત કરશે. અમે સરકારને 15 દિવસનો સમય એટલા માટે આપ્યો છે, જેથી સરકાર અમારી જાહેરાત બાદ એમ ન કહે કે આતો અમે કરવાના જ હતા.
Gujarat Election : સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત જવાનોના આંદોલન મુદ્દે કોંગ્રેસનું મોટું નિવેદન, જાણો સંપૂર્ણ વિગત
અમદાવાદઃ સરકારી કર્મચારીઓના આંદોલન અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કર્મચારીઓની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી છે. રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યો આ યોજના લાગુ કરી છે. ગુજરાત જેવું વિકસિત રાજ્ય કેમ જૂની પેન્શન યોજના લાગુ નથી કરતી? 2022માં કોંગ્રેસની સરકાર બનતા જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. 25થી 30 કોન્ટ્રાકટરો વચેટિયા છે અને તે ભાજપના છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આ લોકોને જ મલાઈ મળે છે. ફિક્સ પગાર પણ ખોટી પ્રથા છે.
જૂની પેન્શન યોજના કર્મચારીના પરિવારની સામાજિક જવાબદારી માટે છે. પેન્શન માટેની રકમ પણ નોકરી દરમિયાન સરકાર કાપે છે. જૂની પેન્શન યોજના મુજબ છેલ્લા પગારના 50 ટકા પેન્શન મળે. નવી પેન્શન યોજના મુજબ ખૂબ જ ઓછું પેન્શન મળે છે. 2005 પહેલાના અને 2005 પછીના એમ કર્મચારીઓના ભાગલા કેમ સરકાર કરે છે. 2017ની પેટર્નથી 2022ની ચૂંટણી માટે સરકાર કામ કરી રહી છે. પ્રધાનમંત્રીના જન્મ દિવસની સુભકામનાઓ સાથે કોંગ્રેસના પ્રહાર. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે શુભકામના આપતા કર્યા પ્રહાર. ગાય દીઠ રૂ. 30 આપવાની યોજના આજે લાગુ થાય તો સારું. આંગણવાડી બહેનોને તેમના હક્ક મળે તેવી ઉજવણી કરો. ડ્રગ્સના દૂષણને ઝેર કરી ઉજવણી કરીએ.
જીગ્નેશ મેવાનીને થયેલી 6 મહિનાની સજા અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. જીગ્નેશ મેવાણી ગરીબોનો ચેહરો છે. આ પહેલીવાર નથી બન્યું. અગાઉ પણ આસામની પોલીસ લઇ ગઈ હતી. કોર્ટના ચુકાદાની સન્માન છે. ગુજરાતના એક મંત્રી સામે બળાત્કારની ફરિયાદ થઈ છે. 6 આદિવાસીઓના મૃત્યુ થયાના કેસમાં સાચા ગુનેગારો પકડતા નથી. ડમી તોહમતદરો ઉભા થાય છે, સાચા બિલ્ડરો સામે ફરિયાદ નથી થતી. ભાજપ લોકશાહીમાં માનતી નથી.
નિવૃત્ત સૈનિકોના આંદોલન અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન . છેલ્લા ઘણા સમયથી સેનામાંથી નિવૃત્ત થયેલા જવાનો આંદોલન કરી રહ્યા છે. ચિલોડાથી મંત્રીઓની કમિટી મળવા આવતા હતા ત્યારે લાઠીચાર્જ થયો. લાઠીચાર્જમાં એક નિવૃત્ત સૈનિકનું મૃત્યુ થયું. અમે ત્યાં પહોંચ્યા ત્યારના દ્રશ્યો માનવતાને શરમાવે તેવા હતા. વહેલું પીએમ થાય તેવું ષડયંત્ર અધિકારીઓ કરી રહ્યા હતા. શાહિદનો દરજ્જો અને એક કરોડ રૂપિયાનું વળતર આપવાની વાત કરી હતી. મૃત્યુ પામનારાના પુત્ર જે પોલીસમાં છે તેમના પર દબાણ કરવામાં આવ્યું. નિવૃત્ત જવાનોની મગનીઓથી ભાજપ સરકાર મો ફેરવી રહી છે. સરકાર છેલ્લા 5 દિવસથી વાટાઘાટો પણ કરતી નથી.