અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં એક બાળકીની સફળ સર્જરી કરવામાં આવી છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે, ઘણા લોકોને વાળ ખાવાની ટેવ હોય છે. જેના કારણે વાળ પેટમાં જમાં થાય છે અને બાદમાં ગાંઠ બની જાય છે. ખાસ કરીને બાળકોમાં આવી બિમારી વધુ જોવા મળે છે. બાળકોમાં વાળ ખાવાની બીમારી બાદ ટ્રાયકોબેઝર  નામની ગાંઠ બને છે. 


આવી એક ઘટના સામે આવી છે જેમાં એક 8 વર્ષની બાળકને વાળ ખાવાની ટેવ હતી.  8 વર્ષીય ભૂમિ વારંવાર વાળ ખાતી હતી જેના કારણે તેના પેટમાં ટ્રાયકોબેઝર નામની ગાંઠ થઈ હતી. 8 વર્ષીય ભૂમિને પેટમાં દુખાવાની તકલીફ હોવાથી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે બાદ 15x10 સેન્ટિમીટરની વાળની ગાંઠનું તબીબોએ સફળ ઓપરેશન કર્યું હતું. 8 વર્ષીય ભૂમિને છેલ્લા પાંચ વર્ષથી વાળ ખાવાની આદત હતી. હાલમાં અમદાવાદ સિવિલમાં તબીબોએ બાળકની સફળ સર્જરી કરી તેને દર્દમાંથી મુક્ત કરી છે.


પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ નોંધાઇ ભ્રષ્ટાચાર આચર્યાની ફરિયાદ


ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પર સત્તાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ સરકાર તરફથી જ કલેકટર કચેરીના અધિકારીએ નોંધાવી છે. 


ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પોલીસ ફરિયાદ નોંધાઇ છે, ગાંધીનગર કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે ફરિયાદ એસ કે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યો છે કે, ખોટી રીતે જમીન અંગેના ઓર્ડર કરી ભષ્ટ્રાચાર આચરી સરકારની તિજોરીને નુકશાન પહોંચાડયું છે. નવી શરતની જમીન જૂની શરતમાં બતાવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડ્યુ છે. ખેડૂત ના હોવા છતાં કેટલાય લોકોને ખેડૂત બનાવી હોદ્દાનો દુરુપયોગ કર્યાની ફરિયાદ થઇ છે. એસ કે લંગા સહિત તત્કાલીન ચીટનીશ અને RAC વિરુદ્ધ પણ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસ કે લાંગા વિરુ્દ્ધની આ ફરિયાદ ગાંધીનગરમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશન નોંધવામાં આવી છે. 


આ ફરિયાદમાં એસ કે લાંગા સામે ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કરવાં બાબતની ફરિયાદ નોંધાઇ છે. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત સામે આવી છે, એટલુ જ નહીં નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કર્યા હોવાની ફરિયાદ છે.