નવી દિલ્લીઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજની મામલે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની અપીલ પર ચુકાદો આવે ત્યા સુધી દોષિત ઠેરવવા સામે મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ સમયે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સંબંધિત હાઈકોર્ટને પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી. 






કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ચૂંટણી લડવાનો રસ્તો ખુલ્યો છે. વિસનગર કોર્ટનો ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. વિસનગર કોર્ટે હાર્દિકને 2 વર્ષની સજા સંભળાવી હતી. સજા થતાં હાર્દિક ચૂંટણી લડી શક્યા ન હતા. 2019માં હાર્દિક પટેલે ચૂંટણી લડવા કરી હતી અરજી. સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી ચાલી રહી છે. આગામી દિવસોમાં તે અરજી અંગે આવશે ચુકાદો.


PM મોદી એપ્રિલ પછી મે મહિનામાં પણ આવશે ગુજરાતની મુલાકાતે, જાણો કઈ તારીખે આવશે?


કચ્છઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એપ્રિલ પછી મે મહિનામાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. PM નરેન્દ્ર મોદી મે મહિનાની મધ્યમાં કચ્છ આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવન સહિતના ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા આવતા મહિને મે મહિનાની મધ્યમાં કચ્છ આવશે.


વડા પ્રધાન મોદીનું ભુજમાં ડ્રીમ પ્રોજેકટ સ્મૃતિવન, અંજારમાં વીર બાળ ભૂમિ સ્મારકનું લોકાર્પણ કરશે. મોડકૂબામાં નર્મદા નીરના વધામણા કરશે. હાલના તબક્કે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. જો કે સમગ્ર કાર્યક્રમ અને મુલાકાતને લઈને ઔપચારિકતા બાકી છે.