અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. આવા સમયે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ધરાવતા સુરત, અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશનમાં રહેતા લોકો માટે ગઈ કાલે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ ત્રણ શહેરી વિસ્તારોમાં નવા આવેલા કેસો કરતા વધુ લોકો સ્વસ્થ થયા હતા.

ગઈ કાલે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 166 કેસ આવ્યા હતા. જેની સામે 280 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 146 કેસ આવ્યા હતા. જેની સામે 152 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આવી જ રીતે રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 62 કેસ નોંધાયા હતા. જેની સામે 67 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

આ સિવાય અમરેલીમાં 27 નવા કેસ સામે 27 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. પાટણમાં નવા 18 સામે 22 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અમદાવા ગ્રામ્યમાં 17 કેસ સામે 28 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગાંધીગનર ગ્રામ્યમાં 17 કેસ સામે 18 સ્વસ્થ થયા હતા. ગીર સોમનાથમાં 13 કેસ સામે 79 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વલસાડમાં 13 સામે 17 લોકો સ્વસ્થ થયા. બોટાદમાં 11 કેસ સામે 11 સ્વસ્થ થયા હતા. નવસારીમાં 11 કેસ સામે 18 લોકોને રજા અપાઇ, પોરબંદરમાં 10 કેસ સામે 23 લોકો સાજા થયા, જૂનાગઢ ગ્રામ્યમાં 9 કેસ સામે 20 સાજા થયા, નર્મદામાં 9 કેસ સામે 10 સાજા થયા, સાબરકાંઠામાં 7 સામે 9 સાજા થયા હતા.

જામનગરમાં 6 કેસ સામે 6 સાજા થયા. ખેડામાં 6 સામે 20 લોકો સ્વસ્થ થયા. સુરેન્દ્રનગરમાં 6 કેસ સામે 13 લોકો સાજા થયા. તાપીમાં 6 સામે 7 સાજા થયા. મહીસાગરમાં 5 સામે 13 લોકો સાજા થયા. છોટાઉદેપુરમાં 1 સામે 7 લોકો સાજા થયા હતા.