અમદાવાદઃ ભારતે POKમાં સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત ભારમાં એલર્ટ છે ત્યારે ગુજરાતમાં પણ પાકિસ્તાન અને આતંકી સંગઠનોના નિશાને સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે. તો ગુજરાત પોલીસે પણ સામે તમામ પરિસ્થિતિ સામે લાડવા તૈયાર છે તો ગુજરાત એટીએસે પણ તમામ જિલ્લા SOG સતર્ક રહેવા આદેશ કર્યા છે.

ગુજરાત પોલીસને પણ એલર્ટ કરીદેવામાં આવી છે પાકિસ્તાનની સરહદ ગુજરાત સાથે અડે છે. ત્યારે આતંકીઓ આરામથી ભારતમાં ગુજરાતની બોર્ડરથી પ્રેવેશી શકાઈ છે. અને પોતાના નાપાક ઈરાદાને અંજામ ન આપે એ માટે ગુજરાત એટીએસ દ્વારા તમામ જિલ્લા SOGઓને એલર્ટ રહેવા આદેશ કર્યા છે. જેમાં ખાસ કરી સરહદી જિલ્લાઓને ત્યારે અમદાવાદ સહિતના અન્ય સંવેદનલ શહેર અને વિસ્તારમાં પોલીસે ખાનગી રહે તાપસ પણ શરુ કરી છે.