અમદાવાદ:ઇસ્કોન બ્રીજ પર ઓવર સ્પીડ કારના કારણે અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લઇને દરરોજ કોઇને કોઇ ચૌંકાવનારા ખુલાસા સામે આવે છે. આજે પણ તથ્ય પટેલને લઇને એક અન્ય ચૌંકાવનારી હકીકત સામે આવી છે.


ઇસ્કોન બ્રીજ પર ઓવર સ્પીડ કાર ચલાવીને 10 લોકોને કચડી દેનાર તથ્ય પટેલને લઇને એક અન્ય હકીકત સામે આવી છે. નબીરા તથ્ય પટેલની વધુ એક કરતૂતનો પર્દાફાશ થતાં તેમની કર્મ કુંડલીનો અંદાજ લગાવી શકાય છે. તથ્ય પટેલ ધોરણ 12માં દારૂની બોટલ સાથે ઝડપાયો હોવાની હકીકત સામે આવી છે. દારૂની બોટલ સાથે ઝડપાતા તથ્યની સ્કૂલમાંથી પણ  હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ રીતે તે દારૂ માટે સ્કૂલ અને કોલેજમાં પણ ગેરહાજર રહેતો અને આ સમયમાં મિત્રો સાથે મહેફિલ માણતો હોવાનું સામે આવ્યું છે.


તથ્ય પટેલની સાથે તેમના પિતાની પણ ચોંકાવનારી હકીકત સામે આવી છે.. તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના જીવ લીધા છે, અને બેફામ ગાડી ચલાવીને અવારનવાર ચર્ચામાં રહેનારો તથ્ય પટેલ કોઇ એક ગુનાનો આરોપી નથી, તેના પર એકથી વધુ ગુના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને બન્ને પર ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે. જોકે , આ બધાની વચ્ચે છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઇને સનસનીખેજ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર તથ્ય પટેલના એકસ્માતને વ્યાજબી અને યોગ્ય ઠેરવી રહ્યાં છે, તેમના મતે આવા અકસ્માતો તો થયા કરે, ટેન્શન ના લેવાનું હોય. હાલમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્પિલમાં સાંભળી શકાય છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કોઇને કહી રહ્યાં છે કે, 'આજીવન કંઇ નઇ થાય.... આવું તો ઠોકાય હવે ગાડી તો ઠોકાય ને... 19 - 20 વરસના છોકરાઓથી આવું કોક દીવસ થઇ જાય હવે.. એમાં કંઇ બહુ ટેન્શન નઇં કરવાનું......... ' - હાલમાં જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના નામથી વાયરલ થઇ રહી છે. આ ક્લિપ ગાંધીનગરમાં તથ્ય પટેલે એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી તે સમયની હોવાની પણ વાત સામે આવી છે. એબીપી અસ્મિતા ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.