ભારતમાં પીપીપી ધોરણે બે ટ્રેન દોડશે.જેમાં એક અમદાવાદ થી મુંબઇ વચ્ચે તેજસ ટ્રેન દોડશે. 200ની સ્પીડે ટ્રેન દોડશે. જેમાં વડોદરા અને સુરત બે જ સ્ટોપેજ આવશે. ટ્રેનનું સંચાલન IRCTC કરશે. ટિકિટથી લઈ તમામ સુવિધા IRCTC આપશે.
તેજસ ટ્રેન એક સપ્તાહમાં 6 દિવસ દોડશે.6.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે. તેજસ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા,સિટી પર એલસીડી સ્ક્રીન,સીસીટીવી,દરેક કોચમાં ચા,ફોફી માટે વેંડિંગ મશીન,અને મનપસંદ ભોજન પણ મળશે.આ ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે આઈઆરસીટીસી સ્ટાફ રહેશે.જોકે આ ટ્રેન ટુક સમયમાં શરૂ કરવામાં આવશે. અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડી અને બપોરે 1.10 વાગ્યે મુંબઈ પહોંચશે. જ્યારે મુંબઈથી બપોરે 3.40 વાગ્યે ઉપડી અને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેનનું ભાડું ઉપરોક્ત માર્ગ પર દોડતા વિમાનથી 50 ટકા ઓછું હશે. આ ટ્રેનને એક અલગ પ્રકારનો નંબર આપવામાં આવશે.
નવા ફીચર્સ સાથે હોન્ડાનું BS 6 સ્કૂટર Activa 125 થયું લોન્ચ, જાણો શું છે કિંમત
દ્વારકાના જામખંભાળિયામાં આભ ફાટ્યું, જાણો માત્ર 3 કલાકમાં કેટલો વરસાદ ખાબક્યો
હાર્દિક પટેલની વધી શકે છે મુશ્કેલી, જાણો કયા કેસમાં હાજર રહેવા અપાઈ નોટિસ