Teesta Setalvad case : તિસ્તા સેતલવાડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તાપસ કરી રહેલી ખાસ તાપસ ટીમ એટલે કે SITએ વધુ એક IPS અધિકારીને સમન્સ પાઠવ્યું છે. પૂર્વ DIG અને જે તે સમયે અમદાવાદનાં ડીસીપી રાહુલ શર્માને સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમનું તેડું આવ્યુંછે.


ગુલબર્ગ કેસમાં જે તે સમયે સીડી બનાવવાથી લઈને અગાઉ પણ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે રાહુલ શર્માની  પૂછપરછ કરી હતી. કલમ 218 અંતર્ગત સરકારી અધિકારી તરીકે ખોટા રેકોર્ડ બનાવી અન્યોને બચાવવા મામલે  રાહુલ શર્માની  પૂછપરછ થઈ શકે છે. ક્રિમીનલ કોન્સપીરસી કેસ અને છેતરપિંડી મામલે  હેઠળ પણ પૂછપરછ થશે. હાલ તિસ્તા શેતલવાડ અને પૂર્વ આઇપીએસ અધિકારી આર બી શ્રીકુમાર લાર્જર કોન્ફરન્સી કેસમાં જેલમાં બંધ છે. 


25 જૂને તિસ્તા સેતલવાડની થઇ હતી ધરપકડ 
તિસ્તા સેતલવાડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 25 જૂને તેના એનજીઓ સંબંધિત કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમાર પણ જેલમાં છે. તિસ્તા સેતલવાડની 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ અધિકારીઓને સંડોવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.


SITએ અનેક ખુલાસા કર્યા 
ગુજરાત પોલીસે આ મામલે SITની રચના કરી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેના સોગંદનામામાં આરોપ મૂક્યો છે કે સેતલવાડ અને શ્રીકુમાર તત્કાલીન ભારતીય જનતા પાર્ટીની સરકારને અસ્થિર કરવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઇશારે મોટા ષડયંત્રનો ભાગ હતા. 


સોગંદનામામાં આરોપ છે કે 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ તરત જ પટેલના કહેવાથી સેતલવાડને રૂ.30 લાખ ચૂકવવામાં આવ્યા હતા. આ કેસમાં અન્ય પૂર્વ પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ પણ આરોપી હતા. કસ્ટોડિયલ ડેથ કેસમાં તે પહેલાથી જ જેલમાં છે.