હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કોરોનાને રોકવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે જોકે કોરોના અકટવાનું નામ લેતો નથી. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણના સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં બહારથી આવતાં મુસાફરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે ત્યારે કાલુપુર રેલવે સ્ટેશને 42 મુસાફરો કોરોના સંક્રમણ થયા હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદમાં બહારથી આવતાં મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કાલપુર રેલ્વે સ્ટેશન પર આવતી તમામ ટ્રેનોમાં મુસાફરોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં 42 મુસાફરો કોરોના સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદમાં રાજધાની એક્સપ્રેસમાં 11 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. હાવડા એક્સપ્રેસમાં 22 પોઝિટીવ, ગોરખપુર એક્સપ્રેસમાં 6 કેસ, મુઝફ્ફરપુર સ્પે. ટ્રેનમાં 3 કેસ સામે આવ્યા છે. 23 કોરોના દર્દીઓને સાબરમતી કોવિડ સેન્ટરમાં મોકલાયા છે. જ્યારે 19 દર્દીઓને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન પર AMC દ્વારા ટેસ્ટિંગ કરાયુ હોવોના સમાચાર મળી રહ્યા છે.

અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગના 14માં દિવસે કુલ 4 ટ્રેનના 2442 મુસાફરોનું ટેસ્ટિંગ કરવામા આવ્યું હતું. જેમાં કુલ 42 પોઝિટિવ કેસ મળી આવ્યા હતાં. રવિવારે દિવસ દરમિયાન 4 ટ્રેનમાં કોરોના ટેસ્ટિંગ કરાયું હતું. 42માંથી 23 દર્દીને સાબરમતી રેલવે સ્ટેશન પર બનાવેલ કોવિડ કેર સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા જ્યારે 19ને હોમ ક્વોરેન્ટાઈન કરાયા હતાં.