ગાંધીનગરઃ રાજ્યસભામાં ભાજપ તરફી મતદાન કર્યા પછી કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સોમવારે ભાજપમાં જોડાશે તેવા મેસેજ વાયરલ થયા છે. જોકે હજુ સુધી આ અંગે અલ્પેશ ઠાકોરે સત્તાવાર જાહેરાત કરી નથી.

પરંતુ અચાનક જોડાવવાના મુદ્દે સમય ફાળવણીમાં કંઈ ભાજપ સાથે વાંધો પડતાં ઠાકોરે 15મી જુલાઈએ જ ઠાકોર સેનાની બેઠક બોલાવી છે. ગુજરાત ઠાકોર સેનાની પ્રદેશ કોર કમિટીની બપોરે બે કલાક રાણીપમાં બેઠક મળશે.
 

આ બેઠકમાં કોર કમિટી ભાજપ સાથે જોડાવવાની તારીખ જાહેર કરવામાં આવશે. જોકે બેઠકમાં ભાજપ સાથે વાટાઘાટો થયા બાદ જ ક્યારે જોડાવવું તે તારીખ નક્કી થશે. અલ્પેશ ઠાકોર સોમવારે જોડાશે તેવું નક્કી થઇ ગયું હતું તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.