અમદવાદ: પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહ પઢિયારને પંજાબથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. જે બાદ આજે આરોપીને સાથે રાખી પોલીસે રિકંટ્રક્શન કર્યું હતું. તો બીજી તરફ આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને લઈને અનેક ખુલાસા થઈ રહ્યા છે. સામે આવેલી વિગતો અનુસાર આરોપી કોન્સ્ટેબલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
વિરેન્દ્રસિંહ બાવળાના અડોદરા ગામનો વતની છે. ભૂતકાળમાં તેની સામે બાવળામાં મારામારીનો ગુનો નોંધાયો હતો. સાણંદ પોલીસ સ્ટેશનનો વહીવટદાર હોવાની પણ વાત સામે આવી છે. આ ઉપરાંત કોલ સેન્ટર કાંડમાં વિરેન્દ્રસિંહ સસ્પેન્ડ પણ થયો હતો. 2017માં વિરેન્દ્રસિંહ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બાવળા-સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સ ખાતે રાત્રે રેડ કરી SOGએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયા, એક યુવતી તથા બે સગીર સહિત કુલ 13 શખસને ઝડપ્યા હતા.
કેવી રીતે પકડાયો આરોપી
આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને પકડવામાં ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ કોન્સ્ટેબલ સાથે વિરેન્દ્ર સિંહની દોસ્તી હતી. જેથી સ્ક્રેચ તૈયાર કરતી વખતે વિરેન્દ્રના મિત્રને શંકા ગઈ હતી. વિરેન્દ્રએ CL રજા મુકતા આ શંકા વધુ પ્રબળ બની હતી. વિરેન્દ્રસિંહ પાસે કાળા કલરની હેરિયર કાર હોવાથી ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલની શંકા વધુ પ્રબળ બની હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતા કેસને વધુ કડીઓ ખુલી હતી.
શરૂઆતમાં વિરેન્દ્રસિંહનો મોબાઇલ સ્વિચ ઓફ હતો. બે દિવસ બાદ તેણે મોબાઈલ શરૂ કરતા પંજાબનું લોકેશન ટ્રેસ થયું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકેશનના આધારે પંજાબના સંગરૂરથી વિરેન્દ્રસિંહને ઝડપી પાડ્યો હતો. આમ સમગ્ર કેસને સોલ્વ કરવામાં ક્રાઈમ બ્રાન્ચ કોન્સ્ટેબલે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
આ ગુન્હાના આરોપીને શોધી કાઢવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તથા અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી., એસ.ઓ.જી તથા અન્ય પોલીસ સ્ટેશનની કૂલ ૧૩ ટીમો સંયુકતપણે બોપલ ગુનાવાળી જગ્યા તથા આજુબાજુના ૩૦૦ સી.સી.ટી.વી ફ્રુટેઝની ચકાસણી કરતા કાળા કલરની કાર શંકાસ્પદ હોવાનુ તેમજ કાર ચાલકની ખૂનના ગુનામાં સંડોવણી હોવાનુ પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવેલ. તેમજ ફરીયાદીના જણાવ્યા મુજબ આરોપીનો સ્કેચ તૈયાર કરવામાં આવેલ. આરોપી સ્કેચને સોશ્યલ મીડીયા તેમજ ન્યુઝ પેપર દ્રારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
આ તમામ પ્રકારની ગુન્હો શોધવાની કાર્યવાહી દરમ્યાન મળેલ માહિતી મુજબ આ ગુન્હો આચરનાર વ્યક્તિ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયાની સંડોવણી હોવાનુ અને તે ખૂન કર્યા બાદ પંજાબ ખાતે ભાગી ગયેલ હોવાની હકીકત જાણવા મળી હતી. આ માહિતી આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા અમદાવાદ ગ્રામ્યની સંયુક્ત ટીમ પંજાબ ખાતે પહોંચી હતી અને આરોપીને દબોચી લીધો હતો.
આ પણ વાંચો...