અમદાવાદ: "ચાર ચાર બંગડી વાળી ગાડી" ગીતના કૉપિરાઇટના વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. કૉપિરાઇટના વિવાદ મામલે સિંગર કિંજલ દવેને મોટી રાહત મળી છે. કોર્ટે ગીત ગાવા પર લાગેલી રોક હટાવી દીધી છે. કોપીરાઇટ ભંગ અંગેનો થયેલો કેસ કોર્ટે ફગાવ્યો છે. તમને જણાવી દઈએ કે, કિંજલ દવેનું ગીત ચાર ચાર બંગડી વાળી ગાડી ખુબ ફેમસ થયું હતું. જો કે, ત્યાર બાદ તેના પર કોપી રાઈટનો કેસ દાખલ થતા ચકચાર મચી જવા પામી હતી.


તમને જણાવી દઈએ કે, કાર્તિક પટેલ નામના યુવકે આ ગીત પર કોપીરાઈટનો કેસ કર્યો હતો.  કાર્તિક પટેલ ઓસ્ટ્રેલીયામાં રહે છે. ત્યાર બાદ કોર્ટે કિંજલ દવેને 1 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને આ ગીત ગાવા પર પ્રતિબંધ પણ મુક્યો હતો. જોકે, હવે કોર્ટે ગીત ગાવા પર પ્રતિબંધ હટાવી લેતા કિંજલ દવેને મોટી રાહત મળી છે. ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઈટને લઇને રેડ રીબોન એન્ટરટેઇર્ન્મેટ પ્રા. લી. નામની કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટની કોમર્શિયલ કોર્ટમાં કેસ ફાઇલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઈટ હક્કો કંપનીએ કાર્તિક પટેલ નામની વ્યક્તિ પાસેથી ખરીદેલા છે. જેથી આ ગીતના કોપીરાઈટના હક્કો કંપની પાસે હોવાથી કંપનીની મંજૂરી વગર કિંજલ દવે કે અન્ય કોઇ વ્યક્તિ આ ગીતને ગાઇ શકે નહીં અને ડિજિટલ પ્લેટફોર્મ પર મુકી શકે નહીં.


ચાર ચાર બંગડી વાળી ગીતના કોપીરાઇટના હક્કો તેઓ (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી)એ કોઈ કાર્તિક પટેલ પાસેથી ખરીદ્યા હતા અને તે ગીતના કોપીરાઇટના હક્કો તેઓની (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી.) પાસે છે અને તે ગીત તેમની મંજૂરી વિના સિંગર કિંજલ દવે કે અન્ય કોઈપણ વ્યક્તિ ન ગાઈ શકે. એટલું જ નહીં કોઈપણ વ્યક્તિ ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપર પણ મૂકી શકે નહીં તેવી દાદ માંગી હતી. જોકે, તે હક્કો અમદાવાદ સિટી સિવિલના કોમર્શિયલ કોર્ટ સમક્ષ કેસમાં રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રાઈવેટ લીમીટેડ પોતાના જણાવેલા ગીતના કોપીરાઇટના હક્કો સાબિત ન કરી શક્યા. જેથી કોર્ટે તેમના દ્વારા સિંગર કિંજલ દવે સામે કરેલ કોપીરાઇટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી કાઢી નાખ્યો હતો.