અમદાવાદઃ અમદાવાદમાં લગ્નેતર સંબંધોની એક ચોંકાવનારી ઘટનામાં યુવતીએ પતિ ઉપરાંત બે યુવકો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતીએ છૂટાછેડા માટે અરજી કરી હતી એ દરમિયાન જ પ્રેમીથી સંતાનનો જન્મ થયો હતો. આ સંજોગોને ધ્યાનમાં લઈને કોર્ટે યુવતીને ભરણપોષણ સહિતના લાભો આપવા ઈન્કાર કર્યો છે.


પાલડીમાં રહેતી પરીણિત યુવતીને અન્ય યુવક સાથે શારીરિક સંબંધો બંધાતાં તેણે અમદાવાદની ફેમિલી કોર્ટમાં પતિથી છૂટાછેડા માંગ્યા હતાં. આ કેસ દરમિયાન જ પરિણીતાને ત્રીજા યુવક સાથે પણ સેક્સ સંબંધો બંધાયા હતા. એટલું જ નહીં પણ આ ત્રીજા બોયફ્રેન્ડથી બાળકનો જન્મ પણ થયો હતો.

આ અંગેનાં પુરાવા પતિએ કોર્ટમાં રજૂ કરતાં  કોર્ટે યુવતીની ભરણપોષણની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે, પત્નીની અરજી નામંજૂર કરવામાં આવે છે કેમ કે યુવતી ખોટી છે તેથી તેને લાભ ન મળે. છૂટાછેડા માંગનારાં યુવક-યુવતી 2001માં એક લગ્ન પ્રસંગમાં મળ્યાં હતાં અને બંને વચ્ચે સંબંધો બંધાયા હતા.

યુવતીનાં પરિવારને પ્રેમલગ્ન સામે વિરોધ હતો છતાં બંનેએ 2002માં કોર્ટ મેરેજ કરી લીધા હતાં. 2002માં જ  યુવતીએ દીકરાને જન્મ આપ્યો હતો. આ લગ્નનાં દાયકા પછી 2012માં પતિ માનસિક ત્રાસ ગુજારે છે તેવા આક્ષેપ કરીને યુવતી ઘર છોડીને જતી રહી હતી અને છૂટાછેડા તથા ભરણપોષણ માટે અરજી કરી હતી.

આ કેસમાં પતિએ કોર્ટમાં કહ્યું હતું કે મારી પત્નીને 3 બોયફ્રેન્ડ છે. હાલ તે ત્રીજા બોયફ્રેન્ડ સાથે રહે છે અને તેનાથી તેમને એક બાળક પણ છે. પતિએ બાળકનું બર્થ સર્ટિફિકેટ પણ બતાવ્યું હતું. પત્નીની અલગ અલગ ત્રણેય બોયફ્રેન્ડ સાથેની તસવીર બતાવી હતી. આ મહિલા હાલ આણંદમાં રહે છે અને બ્યૂટી પાર્લર ચલાવે છે.