Ahmedabad : અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નગરજનો માટે સારા સમાચાર આવ્યાં છે.અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વહેતી ખારીકટ કેનાલનું આખરે નવીનીકરણ શરૂ કરવામાં આવશે.અંદાજે 1200 કરોડના ખર્ચે તૈયાર થનારી ખારીકટ કેનાલના ખર્ચ પૈકી રાજ્ય સરકારે 600 કરોડની રકમની ફાળવણી કરી છે.વર્લ્ડ બેન્કની ગ્રાન્ટમાંથી મળેલ 3000 કરોડની રકમમાંથી 400 કરોડ અને AMC કેનાલના નવીનીકરણ પાછળ 200 કરોડની ફાળવણી કરનાર છે.વર્ષ 2019માં ખાલી પડેલ અમરાઈવાડી વિધાનસભાની બેઠક પર થયેલી પેટા ચૂંટણી સમયે ચૂંટણી પ્રચારનો મુદ્દો બનેલી ખારીકટ કેનાલનું ત્રણ વર્ષ બાદ નવીનીકરણ થનાર છે.


કઈ રીતે ખારીકટ કેનલનું કરાશે નવીનીકરણ
22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને 1200 કરોડના ખર્ચે સંપૂર્ણ નવી બનાવવામાં આવશે. કેનાલની નીચે આવેલ ડ્રેનેજ લાઈનો પણ આવશ્યકતા અનુસાર બદલવામાં આવશે. કેનાલ ઉપર સમાંતર પુલ બનાવવામાં આવશે. ગેરકાયદે તમામ જોડાણ કાપવામાં આવશે.  અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીને અડચણ ન થાય તેમ નવીનીકરણકરાશે. વર્ષ 2025 સુધીમાં ખારીકટ કેનાલનું નવીનીકરણ  કરવામાં આવશે.


સાણંદ સબરજીસ્ટ્રાર ઝડપાયા 11 લાખની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદમાં સાણંદ સબરજીસ્ટ્રાર લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા હતા. સબરજીસ્ટ્રાર જીતેન્દ્રકુમાર પટેલ 11 લાખની લાંચ લેતા ઝડપાયા છે. જીતેંદ્રકુમાર મહેસુલ વિભાગમાં ફરજ બજાવે છે અને દસ્તાવેજ કરી આપવા બાબતે 18 લાખની રૂપિયાની લાંચ માગી હતી.જો કે રકઝક બાદ 11 લાખ નક્કી થયા હતા. વચેટીયા મોમીન રીઝવાન ગુલામ રસુલના મારફતે લાંચની માંગ કરી હતી. ફરિયાદેએ ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ ટ્રેપ ગોઠવી બંને આરોપીને ઝડપી પાડ્યા હતા.


અમદાવાદમાં ફરી વખત લાખોનું એમડી ડ્રગ્સ ઝડપાયું
ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં વારંવાર ડગ્સ ઝડપાઈ રહ્યું છે. હવે આ કડીમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત અમદાવાદમાંથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. 7 લાખ 54 હજારની કિંમતનુ 71.28 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 1 આરોપીની ધરપકડ કરવાામાં આવી છે. અમદાવાદ શહેરના જુહાપુરા મકરબા રોડ પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.