Gujarat Weather Update: કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે ફરી મહત્વની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આગામી ત્રણ કલાકમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, બોટાદ , સુરેન્દ્રનગર , અમદાવાદ , ભરૂચ , વડોદરા , નર્મદા , ડાંગ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ  પવનની ગતી 40 કિ.મી પ્રતિ કલાક રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.


 રાજ્યમાં હજુ પણ આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી


 હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી પણ આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 3 થી 6 મે સુધી સામાન્ય વરસાદ રહેશે, 7 મે થી વરસાદની અસર બંધ થશે.

કચ્છ, દ્વારકા , પોરબંદર , જૂનાગઢ , ગીરસોમનાથ , રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત , વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને તાપીમાં પણ વરસાદ આવી શકે છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં, 3 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે.  


મે મહિનામાં શિયાળાનો અહેસાસ ! આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ


મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ અને વરસાદ સાથે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની માહિતી મુજબ આગામી એક સપ્તાહ સુધી દેશભરમાં આવું જ હવામાન રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવની કોઈ શક્યતા નથી. વિભાગ અનુસાર, બુધવારે (3 મે) દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની સંભાવના છે.