અમદાવાદ: મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા અને લોકો દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કિસ્સા વધી રહ્યા છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઈ મેમો આપવામાં આવે છે. જો કે, ઘણા કિસ્સામાં વાહન ચાલકો આ મેમો ભરતા નથી. એવામાં ગુજરાત રાજ્યમાં એક નવતર પહેલ શરુ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી ટ્રાફિકના ઈ ચલણ માટેની આ અનોખી શરુઆત છે.


 અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટ ખાતે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓના ચલણો સાથે વન નેશન વન ચલણ પ્રોજેકટનું સફળ સંકલન થશે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરાઈ છે.  ઈ ચલણની દંડની રકમ 90 દિવસમાં નહીં ચુકવાય તો આપોઆપ ટ્રાફીક કોર્ટમાં ચલણ મોકલાવાશે. ત્યાર બાદ વાહન માલિકના મોબાઈલ ફોન પર એસએમએસ દ્રારા નોટીસ મોકલવામાં આવશે. આમ હવે ઈ મેમો ન ભરતા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં આવશે.


રાજ્યમાં હજુ પણ આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી


 હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજી પણ આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 3 થી 6 મે સુધી સામાન્ય વરસાદ રહેશે, 7 મે થી વરસાદની અસર બંધ થશે. કચ્છ, દ્વારકા , પોરબંદર , જૂનાગઢ , ગીરસોમનાથ , રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત , વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને તાપીમાં પણ વરસાદ આવી શકે છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં, 3 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે છે.  


મે મહિનામાં શિયાળાનો અહેસાસ ! આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ


મે મહિનાની શરૂઆત ખુશનુમા વાતાવરણ અને વરસાદ સાથે થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગની માહિતી મુજબ આગામી એક સપ્તાહ સુધી દેશભરમાં આવું જ હવામાન રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી કેટલાક દિવસો સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવની કોઈ શક્યતા નથી. વિભાગ અનુસાર, બુધવારે (3 મે) દેશના મોટાભાગના ભાગોમાં વરસાદની સંભાવના છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે (3 મે) દિલ્હી, NCR, પંજાબ, યુપી, કર્ણાટક, તમિલનાડુ, બિહારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે  રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. બિહાર, ઓડિશા, મહારાષ્ટ્રમાં પણ હળવો વરસાદ પડી શકે છે. રાજસ્થાનના ભરતપુર, ધૌલપુર, કરૌલી, સવાઈમાધોપુર, કોટા, બરાન, ઝાલાવાડ, જેસલમેર, બિકાનેર, ચિત્તોડગઢ, ઉદયપુર જિલ્લાના નજીકના વિસ્તારોમાં વરસાદ સાથે ભારે પવનની સંભાવના છે.