Rain Forecast: હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જે વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, ડાંગ, સુરત, તાપી, કચ્છ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે.


જ્યારે મોરબી, જામનગર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


તો બીજી તરફ ગાંધીનગર, અમદાવાદ,ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ,દાહોદ, સુરેન્દ્રનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


ગુજરાતમાં આખો જુલાઈનો મહિનો વરસાદના નામે રહ્યો છે. જુલાઈના આખા મહિનામાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ખૂબ વરસાદ થયો છે. તાજેતરમાં હવામાન વિભાગ તરફથી એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં 20 ટકા વધુ વરસાદ થયો છે. જોકે આ મામલામાં અમદાવાદ પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ મોસમનો સૌથી વધુ વરસાદ થયો, જે 75 ટકા વધુ છે. રાજ્યના 3 જિલ્લા તો એવા છે જ્યાં 100 ટકાથી વધુ વરસાદ થઈ રહ્યો છે.


 








રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષોમાં અમદાવાદ શહેર માટે વરસાદનું પેટર્ન ઘણું આશ્ચર્યજનક રહ્યું છે. જેમ કે વર્ષ 2022ના જુલાઈ મહિના દરમિયાન અમદાવાદમાં 87 ટકા વધુ મોસમી વરસાદ નોંધાયો, જે છેલ્લા 5 વર્ષોમાં સૌથી વધુ વરસાદ રહ્યો. જ્યારે જુલાઈ 2023માં અમદાવાદ શહેરમાં 35 ટકા ઓછો વરસાદ થયો. આ વર્ષે પણ અમદાવાદમાં 8 ટકા ઓછો વરસાદ થયો છે. ગુજરાતના સુરેન્દ્રનગર, ડાંગ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સામાન્ય કરતાં આ વર્ષે ઘણો ઓછો વરસાદ થયો છે. જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ થયો છે.