અમદાવાદઃ બિલ્ડરની 22 વર્ષની આર્કિટેક્ટ પુત્રીના નિતંબ પર ટપલી મારનારો વિકૃત ઝડપાયો, બેશરમ બનીને શું કરી કબૂલાત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Oct 2020 09:48 AM (IST)
આનંદનગરના બંધન પાર્ટી પ્લોટ પાસે રવિવારે સાંજે બિલ્ડરની 22 વર્ષીય આર્કિટેક્ટ દીકરી ઇવનિંગ વોક કરવા નિકળી હતી.
અમદાવાદઃ અમદાવાદમાં આનંદનગરના બંધન પાર્ટી પ્લોટ પાસે રવિવારે સાંજે ફરવા નિકળેલી 22 વર્ષીય યુવતીને નિતંબ પર ટપલી મારીને અશ્લીલ હરકત કરનારા યુવકની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. આશિષ દશરથ ઠાકોર(ઉ.૨૦) નામનો આ આરોપી સ્વીગી ઝોમેટોના ડિલિવરી બોય તરીકે કામ કરે છે. તેણે બેશરમ બનીને કબૂલાત કરી છે કે, રસ્તામાં છોકરી જોઇને ઇચ્છા થઇ જતાં તેણે છોકરીના નિતંબ પર ટપલી મારી હતી. આનંદનગરના બંધન પાર્ટી પ્લોટ પાસે રવિવારે સાંજે બિલ્ડરની 22 વર્ષીય આર્કિટેક્ટ દીકરી ઇવનિંગ વોક કરવા નિકળી હતી. ત્યારે આ ઘટના બની હતી. યુવતીના નિતંબ પર ટપલી મારનારા આરોપીએ અન્ય કેટલી યુવતીઓ સાથે આ પ્રકારની અશ્લીલ હરકતો કરી તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સેટેલાઇટ વિસ્તારમાં 22 વર્ષીય આર્કિટેક્ટ યુવતી રવિવારે વોકિંગ કરવા નીકળી હતી. આ સમયે એક એક્ટીવા ચાલક યુવક તેને થાપા પર હાથ મારી ભાગી ગયો હતો. આનંદનગર પી.આઇ. એસ જે બલોચે જણાવ્યું હતુ કે, આ ઘટનાની ફરિયાદ બાદ સમગ્ર રૂટના અનેક સીસીટીવી ફુટેજ એકઠા કર્યા હતા અને અનેક શંકાસ્પદ યુવકોની પૂછપરછ કરાઇ હતી. આનંદનગર પોલીસે બે દિવસ સુધી સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યા બાદ શરીરના બાંધા પરથી પકડી પાડયો હતો. પોલીસને શરીરના બાંધા પરથી આ યુવક સેટેલાઇટ ગોકુલ આવાસમાં રહેત આશિષ દશરથ ઠાકોર(ઉ.20) લાગતાં તેની કડકાઇથી પૂછપરછ કરાઇ હતી. પોલીસની આકરી પૂછપરછ પછી તેણે ગુનો કબૂલી લીધો હતો.