ગઈકાલે અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને કમિશનર મુકેશકુમારની આગેવાનીમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી મીટીંગમાં 23 કન્ટેન્મેન્ટ દૂર કરવામાં આવ્યા હતા અને નવા 20 સ્થળોએનો કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ જે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દુર કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે દક્ષિણઝોનના 11 વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં સૌધી વધુ 6 વિસ્તાર દક્ષિણ પશ્ચિમ ઝોનના છે.
નવા માઈક્રો કન્ટેન્મેન્ટ જાહેર કરાયા તેમાં (1) ઓમશાંતિનગર લાંભા (2) શક્તિ ટેનામેન્ટ ઈસનપુર (3) ઓલ્ડ ઉમંગ નારોલ (4) નંદાનગર બાપુનગર (5) સુભાષ મહારાજની ગલી, સરસપુર (6) માધવ ફલેટ વેજલપુર (7) કબીર એન્કલેવ બોપલ (8) બોપલ હટ બોપલ (9) સેફરન ફલેટ બોપલ, (10) હરિઓમ એપા. જોધપુર (10) મંગલદિપ એપા. જોધપુર (12) મોમનાવાડ જમાલપુર (13) દેવદિપ ટાવર બોડકદેવ (14) ઘનશ્યામ કોમ્પલેક્સ ચાંદલોડિયા (15) સૌમિલ સોસા. થલતેજ (16) પટેલવાસ હાથીજણ (17) યશરાય કાલી (18) વર્ધી સોસા. ચાંદખેડા (19) અભિષેક નવાવાડજ અને (20) આશ્રમ ચાંદખેડાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળ્યા છે.