અમદાવાદઃ અમદાવાદના એક ફેક્ટરી માલિકે યુવતી સાથે નિકટતા કેળવીને શારીરિક બંધો બાંધ્યા હતા. એ પછી તે લિવ ઈન રીલેશનમાં તેની સાથે રહેવા લાગ્યો હતો. તેણે પોતે ડિવોર્સી હોવાનું કહ્યું હતું.

જો કે બે મહિના પછી તે ગાયબ થઈ જતાં યુવતીએ તેની શોધખોળ શરૂ કરી હતી. એ વખતે તેને ફેક્ટરી માલિક પરીણિત હોવાની ખબર પડી હતી. યુવતીએ પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું કહેતાં ફેક્ટરી માલિકે તેને મારી નાંખવાની ધમકી આપતાં યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે.

ગાંધીનગરના ઝુંડાલ રોડ પર શ્યામવેદ ફ્લેટમાં રહેતી અને અડાલજ ખાતે ગૃહઉદ્યોગ ચાલવતી તી વર્ષા દેવચંદ ત્રિવેદી (ઉં,૩૩)એ દિલીપ પરષોતમ પટેલ (રહેઠાણઃ તિરૂપતિ આકૃતિ હાઇટ્સ, છારોડી ગામ) વિરુધ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહેસાણામાં રહેતી તેની મિત્રે વર્ષાની મુલાકાત તમાકુની ફેક્ટરીના માલિક દિલીપ સાથે કરાવી હતી. એ બાદ બંને ગાઢ પરિચયમાં આવ્યા હતા અને બંને વચ્ચે સેક્સ સંબંધ બંધાયા હતા.

છેલ્લા બે માસથી શ્યામવેદ ફ્લેટમાં દિલીપ સાથે વર્ષા લિવ એન્ડ રિલેશનશિપમાં રહેતી હતી. ત્રણ દિવસથી દિલીપભાઈ ઘરે ના આવતાં વર્ષાએ શોધખોળ કરી હતી. વર્ષા અને તેનો ધર્મનો ભાઈ નિકુંજ દિલીપના ઘરે પહોંચ્યા હતા. એક મહિલાએ દરવાજો ખોલ્યો હતો. તેણે પોતાનો પરિચય દિલીપની પત્નિ તરીકે આપ્યો હતો. વર્ષાએ સવાલ કરતાં દિલીપે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં વર્ષાએ પોલીસ ફરિયાદ કરી છે.