અમદાવાદ: મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જ્યંતિની ઉજવણી નિમિતે વડાપ્રધાન 2 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ સાબરમતી આશ્રમ ખાતે પૂજય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી આપીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે. ત્યાર બાદ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે. આ સિવાય સાબરમતી રીવરફ્રન્ટ-અમદાવાદ ખાતે 20 હજારથી વધુ સરપંચોનું સ્વચ્છતાની નેમ સાથે મહાસંમેલનને સંબોધન કરશે. પીએમ મોદીનો બીજી ઓક્ટોબરનો કાર્યક્રમ આ પ્રમાણે છે.


-વડાપ્રધાન નરેન્દ્રો મોદી બીજી ઓક્ટોબરે સાંજે 5.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. એરપોર્ટ બહારના મેદાનમાં કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન-સત્કાર સમારોહ યોજવામાં આવ્યો છે.
- સાંજે 6.30 થી 6:50 કલાક દરમ્યાન ગાંધી આશ્રમની મૂલાકાત લેશે
- સાંજે 7 થી 8.20 કલાક સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સ્વચ્છ ભારત દિવસ-૨૦૧૯ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
- રાત્રે ૮.30 કલાકે અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સહભાગી થઇ મા આદ્યશકિતની આરતીમાં ભાગ લેશે અને શેરી ગરબા નિહાળશે.
- રાત્રે 9.30 કલાકે દિલ્હી જવા રવાના થશે.